Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

છત્તીસગઢમાં નક્સલીઓએ બ્લાસ્ટ કરતા કોબ્રા યુનિટના અધિકારી સહિત થયા: ૧૦ને ઇજા

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યા બાદ સીઆરપીએફના કોબ્રા યુનિટના અધિકારી માર્યા ગયા છે અને આ બ્લાસ્ટમાં 10 જવાનો ઘાયલ થયા છે.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક અધિકારી શહીદ થઈ ગયા છે, જ્યારે અન્ય 10 જવાનો ઘાયલ થયા છે. આ નક્સલી હુમલો શનિવારે રાત્રે 8:30 કલાકે રાયપુથી 450 કિલોમીટર દૂર ચિંતલનાર વિસ્તારમાં થયો હતો.

આ હુમલામાં ઘાયલ જવાનોને હેલિકૉપ્ટરની મદદથી બહાર નીકાળવામાં આવ્યાં છે. આ તમામ જવાનો કોબરા-206 બટાલિયનના છે. સારવાર દરમિયાન CRPFના આસિસ્ટન્ટ કમાન્ડર નીતિન ભાલેરાવનું આજે સવારે અવસાન થયું છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શહીદ થયેલા નીતિન ભાલેરાવે મૂળ નાસિક મહારાષ્ટ્રના હતા.

આ અંગે બસ્તર જિલ્લાના IGP પી સુંદરરાજે જણાવ્યું કે, સુકમા જિલ્લાના તાડમેટલા ગામ નજીક સુરંગમાં થયેલા વિસ્ફોટમાં CRPFના અનેક જવાનો ઘાયલ થયા હતા. આ જવાનોને પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવ્યા હતા. તાડમેટલ ગામ નજીક જંગલમાં તેઓ પેટ્રોલિંગ પર હતા, ત્યારે નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા જવાનોમાં એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

(12:59 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST

  • રાજકોટમાં હેર સલુનોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ : કોરોના સંક્રમણ રોકવા આજથી શહેરના હેર સલુનોમાં ચેકીંગ શરૂ કરાયાનું જાણવા મળ્યુ છે access_time 3:46 pm IST