Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

મહારાષ્ટ્રમાં પ્રવેશવા ફરજીયાત છે તે આરટી-પીસીઆર ટેસ્ટના ખાનગી લેબમાં ૧પ૦૦ રૂપિયા ચાર્જ !

મુંબઇ જનારને કોરોના નથી થયો તે સાબિત કરવા પણ હજારોનો ચાંદલો

રાજકોટ : લગન્ની સીઝન પુર બહારમાં છે. મુંબઇથી રાજકોટ જાન આવી રહી છે. જાન લઇને વાજતે ગાજતે રાજકોટ આવ્યા પછી મુંબઇ પાછા જવામાં જાનૈયાઓને આરટી-પીસીઆર ટેસ્ટનો મસમોટા ચાંદલો કરવો પડે એવી નાબત મહારાષ્ટ્ર સરકારના નિયમને લીધે આવી છે એ ટેસ્ટનો ચાર્જ એટલો મોîઘો છે કે આ કડકડતી ઠંડીમાં પણ છોડાવી દે...!

આરસી-પીસીઆર ટેસ્ટ ફકત મહારાષ્ટ્રમાં પ્રવેશવ માગતા પ્રવાસીઓ માટે ફરજીયાત છે. અને ઉપરોકત સંજાગોમાં તે ખાનગી લેબમાં જ કરાવવો પડે છે. રાજકોટમાં એકલ-દોકલ ખાનગી લેબને તેની મંજૂરી છે. (કેટલીક લેબ સેમ્પલ અમદાવાદ મોકલી, ત્યાંથી રીપોર્ટ મેળવે છે.) અગાઉ વિદેશ જવા માટે આ ટેસ્ટ ફરજીયાત હતો.

(12:04 pm IST)
  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • વલસાડ: દરિયા કિનારે અલ મદદ નામની બોટ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ : પોલીસે ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ બોટ મામલે તપાસ હાથ ધરી access_time 1:08 pm IST