Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

હવે વાહનોના રજીસ્ટ્રેશનમાં સામેલ થશે વારસદારનું નામ : કેન્દ્ર સરકાર મોટર વાહન નિયમોમાં કરશે ફેરફાર

વારસનું નામ બાદમાં ઓનલાઈન પણ જોડવાનો વિકલ્પ મળશે

નવી દિલ્હી : વાહનોના માલિકી હકને ટ્રાંસફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય મોટુ પગલુ ભરવા જઈ રહ્યુ છે. મંત્રાલયે તેના માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો-1989માં ફેરફાર કરશે.

આ નવા ફેરફાર બાદ વાહનના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં વાહનના માલિકને વારસ પસંદ કરવાની સુવિધા આપવામાં આવશે, મંત્રાલયે તેના માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યુ છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલય તરફથી જાહેર કરાયેલા ડ્રાફ્ટ મુજબ જોઈએ  વાહન રજીસ્ટ્રેશન સમયે વારસનું નામ નોંધાવાની સુવિધા પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત વારસનું નામ બાદમાં ઓનલાઈન પણ જોડવાનો વિકલ્પ મળશે. મંત્રાલય તરફથી ઓલા, ઉબર જેવી કૈબ કંપનીઓ માટે પણ રાજ્ય સરકારોને હવે પાવર આપ્યો છે. જેમાં પહેલી વાર એગ્રીગેટરને સામેલ કરવામાં આવ્યુ છે, જે અંતર્ગત કૈબના ભાડા હવે રાજ્ય સરકારો નક્કી કરશે.

(12:00 am IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • જય જવાન જય કિશાન : ગઈકાલથી "ચૌધરીવ્યૂ" દ્વારા આ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબવાયરલ થયો છે. આ માટે ફોટોગ્રાફરો કેટલું જોખમ લે છે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે. કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલ ખેડૂત આંદોલન દરમિયાન ગઈકાલે જ્યારે દિલ્હીની સિંઘુ સરહદની આજુબાજુથી પથ્થરો ફેંકાંઈ રહયા હતા, ત્યારે ફોટોગ્રાફર મિત્રો આ એક અનોખા ફોટો માટે આડશ સાથે કામ કરી રહ્યા હતા access_time 10:31 am IST

  • ભારતીય કંપનીઓ ઉપર મોટો સાયબર એટેક તોળાઇ રહ્યો છે : સુરક્ષા એજન્સીએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં કેટલીક કંપનીઓ પર ફરીથી મોટો સાયબર હુમલો કરવા "હેકરો" સુવ્યવસ્થિત ઓર્ગેનાઈઝ્ડ પ્લાનિંગ કરી રહ્યા છે (ન્યૂઝફર્સ્ટ) access_time 10:30 am IST