Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

વડાપ્રધાન મોદી દ્વારા શ્રીલંકાને 450 મિલિયન ડોલર ઉપરાંત આર્થિક સહાય પેકેજની ઘોષણા

આતંકવાદ સામે લડવા 50 મિલિયન ડોલર અને 'શ્રીલંકાને તેની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે 400 મિલિયન ડોલરની ક્રેડિટ લંબાવાશે

 

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાને મુલાકાતી રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સાથે વાતચીત કર્યા બાદ આતંકવાદ સામે 50 મિલિયન ડોલર સહિતની 450 મિલિયન ડોલર શ્રીલંકાને આર્થિક સહાયની ઘોષણા કરી હતી. 'શ્રીલંકાને તેની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે 400 મિલિયન ડોલરની ક્રેડિટ લંબાવાશે.

  ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત શ્રીલંકામાં 46000 મકાનોનું નિર્માણ થઈ ચૂક્યું છે. તમિલ મૂળના લોકો માટે વધુ 14000 મકાનો બનાવવામાં આવ્યાં છે. સૌર પ્રોજેક્ટ માટે 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન આપવામાં આવી છે

ગત  21 એપ્રિલના ઇસ્ટર સન્ડે ટાપુ રાષ્ટ્રમાં થયેલા હુમલા અંગે મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ સામે લડવા માટે ભારત શ્રીલંકાને 50 મિલિયન ડોલરની ક્રેડિટ આપશે. પીએમ મોદીએ કહ્યું કે, ભારતે હંમેશાં આતંકવાદ સામે નિંદા કરી છે અને લડત આપી છે. આતંકવાદ સામે લડવા માટે ભારત શ્રીલંકાને 50 મિલિયન ડોલરની ક્રેડિટ લંબાવી રહ્યું છે.

(12:32 am IST)