Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

2018માં માર્ગ અકસ્માતમાં 22,656 પદયાત્રીઓ સહીત દેશમાં 1,51,4127 લોકોએ ગુમાવ્યો જીવ

છેલ્લા 3 વર્ષમાં સરેરાશ સૌથી વધારે પદયાત્રીઓના તામિલનાડુમાં મોત

 

નવી દિલ્હી: પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા લોકસભામાં એક સવાલના જવાબમાં માર્ગ અકસ્માતના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં દેશમાં દર વર્ષે સરેરાશ 19,620 પદયાત્રીઓ માર્ગ અકસ્માતમાં માર્યા જાય છે. જે માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની કુલ સંખ્યાનો લગભગ 12 ટકા છે.

 મંત્રાલયના આંકડાઓ મુજબ, વર્ષ 2016માં દેશમાં માર્ગ અકસ્માતમાં 1,50,785 લોકોના મોત થયાં, જેમાં 15,746 પદયાત્રી પણ સામેલ હતા. વર્ષ 2017માં માર્ગ અકસ્માતમાં 1,47,913 લોકો માર્યા ગયા, જેમાં 20,457 પદયાત્રી સામેલ હતા અને વર્ષ 2018માં 1,51,417 લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયા, જેમાં 22,656 પદયાત્રી સામેલ છે. આવી રીતે છેલ્લા 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં સરેરાશ 19,620 પદયાત્રીકોએ જીવ ગુમાવ્યા છે.

  સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીએ એમ. શ્રીનિવાસના એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં છેલ્લા 3 વર્ષમાં સરેરાશ સૌથી વધારે પદયાત્રીઓના મોતના મામલા તમિલનાડૂમાં સામે આવ્યા છે. જે બાદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કેરલ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગણા જેવા રાજ્યો છે.

 

(12:17 am IST)