Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

72 ફુટ લાંબી સબમરીનમાંથી 644 કરોડની કિંમતનું 3500 કિલાગ્રામ કોકેઇન જપ્ત

પાંચ દેશોની પોલીસનું સંયુક્ત ઓપરેશન : એટલાન્ટિક મહાસાગરને પાર કરતા હજારો માઇલનું અંતર કાપીને નશીલા પ્રદાર્થોની હેરાફેરી

મેડ્રિડ: સબમરીન દ્વારા એટલાન્ટિક મહાસાગરને પાર કરતા દક્ષિણ અમેરિકાથી હજારો માઇલનું અંતર કાપીને નશીલા પદાર્થોની તસ્કરી કરવાનો મામલો બહાર આવ્યો છે.

પાંચ દેશોની પોલીસનાં સંયુક્ત ઓપરેશન પછી સ્પેનનાં ઉત્તર-પશ્ચિમી ભાગમાં વિગોનાં તટ પર છુપાવવામાં આવેલી સબમરીનને જપ્ત કરવામાં આવી છે.

ફાઇબર ગ્લાસમાંથી બનેલી 72 ફુટ લાંબી સબમરીનમાંથી 644 કરોડ રૂપિયાની કિંમતનું 3500 કિલાગ્રામ કોકેઇન જપ્ત કરાયું હતું.એવું મનાય છે કે નશાકારક દ્ર્વ્યની તસ્કરી કોલંબિયાથી બ્રિટનનાં બજારોમાં વેચવા માટે કરવામાં આવી રહી હતી,તેની પાછળ દક્ષિણ અમેરિકાનાં કોઇ મોટા ડ્રગ્સ માફિયા ગ્રુપનો હાથ હોવાનું મનાય છે.

સ્પેનિશ પોલીસે ઇક્વાડોરનાં બે લોકોની સબમરીન સાથે ધરપકડ કરી છે.જોકે કે સ્પેનિસ મુળનો એક આરોપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.કોલંબિયાથી આવેલી સબમરીન પકડાઇ તે પહેલા તેણે 7690 કિલોમીટરનું સફર પુરૂ કર્યું હતું,

સ્પેનિશ પોલીસ અને નાણા વિભાગનાં જણાવ્યા અનુંસાર સબમરીન દ્વારા અમેરિકામાં નશાકારક પદાર્થોની તસ્કરી કરવી સામાન્ય બાબત છે,પરંતું તે સબમરીનોની ક્ષમતા માત્ર એક અથવા બે હજાર કિલોમીટરનું સફર કરવાની હોય છે.

(12:03 am IST)