Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

બ્રિટનના વિખ્યાત લંડન બ્રિજ પર અંધાધૂંધ ફાયરિંગ : છરીથી હુમલો : સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરાઈ

પોલીસ સહીત તમામ ઇમર્જન્સી સેવાઓના ધાડેધાડા ઘટનાસ્થળે પહોંચ્યા

 

લંડન :    બ્રિટનના પ્રખ્યાત લંડન બ્રિજ પાસે શુક્રવારે સાંજે ફાયરિંગ અને છરી વડે પણ હુમલા થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસે તમામ વિસ્તારનો ઘેરાવો કરી લીધો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે અમે લંડન બ્રિજ પર બનેલી ઘટના સાથે વ્યવહારના પ્રારંભિક તબક્કામાં છીએ. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જ્હોનને વડા પ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કહ્યું હતું કેમને સતત લંડન બ્રિજની ઘટના અંગે માહિતિ આપવામાં આવી રહી છે, પોલીસ અને તમામ કટોકટી સેવાઓને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા બદલ હું તેમનો આભાર માનું છું.”

   અત્રે ઉલ્લેખનીય છે કે હમલા પાછળ એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે લંડન એમ્બયુલન્સ સર્વિસે મોટી ઘટના તરીકે ઓળખવામાં આવી છે

(11:38 pm IST)