Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહારાષ્‍ટ્રની અસર ઝારખંડમા પડશેઃ લોકો બીજેપી પર હસી રહ્યા છેઃ કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભની સટાસટી

ઝારખંડના મુખ્‍યમંત્રી રઘુબરદાસ વિરૂદ્ધ જમશેદપુર પૂર્વ વિધાનસભા સીટના ઉમેદવાર અને કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભએ કહ્યું છે કે જે મહારાષ્‍ટ્રમાં થયું તેની અસર ઝારખંડમા પડશે.

એમણે કહ્યું લોકો હસી રહ્યા છે, ચાલ, ચરિત્ર, ચહેરાની વાત કરનારી બીજેપી અજિત પવારનુ સમર્થન લ્‍યે છે. શપથ લેતા જ અજિતના મામલાની ફાઇલો રફે-દફે થઇ ગઇ.

પ્રવકતા ગૌરવએ કહ્યૂં લોકોએ બીજેપીનો ચહેરો જોઇ લીધો છે. કોંગ્રેસ અને સહયોગી જંગી બહુમતથી ઝારખંડમા સરકાર બનાવશે.

(11:12 pm IST)