Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઘટતા જીડીપી મામલે મનમોહનસિંહે પીએમ મોદીને આપી સલાહ દેશમાં ફરીથી આંતરિક ભરોસાવાળો સમાજ બનાવવા કર્યો આગ્રહ

સમાજમાં વિશ્વાસ, આત્મવિશ્વાસનો તાણા-વાણા તૂટી ગયો: ઉંડો અવિશ્વાસ, ભય અને નિરાશાની ભાવના ફેલાઈ છે

નવી દિલ્હી : જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે દેશના જીડીપી દરમાં 4.5 ટકા વૃદ્ધિ દરને અપૂરતો અને ચિંતાજનક ગણાવ્યો છે તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરી કે સમાજમાં વધી રહેલી ઉંડાણની આશંકાઓ દૂર કરવા અને દેશમાં ફરીથી એક સૌહાર્દપૂર્ણ અને આંતરિક ભરોસા વાળો સમાજ બનાવવાનો આગ્રહ કર્યો જેનાથી અર્થવ્યવસ્થાને વધુ ઝડપી બનાવી શકાય.

  અર્થવ્યવસ્થા પર એક રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા મનમોહનસિંહે કહ્યું કે પરસ્પર વિશ્વાસ આપણી સામાજીત લેણદેણનો આધાર છે અને તેનાથી આર્થિક વૃદ્ધિને મદદ મળે છે. પરંતુ હવે આપણા સમાજમાં વિશ્વાસ, આત્મવિશ્વાસનો તાણા-વાણા તૂટી ગયો છે. તેમણે કહ્યું, આપણો ઉંડો અવિશ્વાસ, ભય અને નિરાશાની ભાવનાના વિષાક્ત સંયોજનથી ગ્રસ્ત છે.

 મંદીથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચાલૂ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના વિકાસ દરમાં મોટો ઘટાડો આવ્યો છે. હવે જીડીપીનો આંકડો ઘટીને 4.5 ટકાએ પહોંચી ગયો છે. આ સાત વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ચાલુ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર 5 ટકા પર હતો. આ હિસાબે માત્ર 3 મહીનામાં જ જીડીપીના દરમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો છે.

(10:07 pm IST)