Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મંદીની અસર : કોર સેક્ટરમાં ૫.૮ ટકા સુધીનો ઘટાડો થયો

કોલસાના ઉત્પાદનમાં ૧૭.૬ ટકા સુધી ઘટાડો : ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ૫.૧ ટકા સુધીનો મોટો ઘટાડો

મુંબઈ, તા. ૨૯ : દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક સુસ્તીની અસર કોર સેક્ટર ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. આર્થિક મંદીની અસર દેખાય તે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં આઠ કોરનું ઉત્પાદન ૫.૮ ટકા સુધી ઘટી ગયું છે. સરકાર દ્વારા આજે આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આઠ કોર ઇન્ડસ્ટ્રી પૈકી છમાં ઓક્ટોબર મહિનામાં આઉટપુટમાં ઘટાડો નોંધાયો છે. કોલ પ્રોડક્શન અથવા તો કોલસાના ઉત્પાદનમાં ૧૭.૬ ટકાનો, ક્રૂડ ઓઇલની કિંમતમાં ૫.૧ ટકાનો અને નેચરલ ગેસમાં ૫.૭ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે સિમેન્ટના ઉત્પાદનમાં ૭.૭ ટકા, સ્ટીલમાં ૧.૬ ટકા અને ઇલેક્ટ્રીસિટીમાં ૧૨.૪ ટકા સુધીનો ઘટાડો ઓક્ટોબર મહિના દરમિયાન થઇ ચુક્યો છે.

                   રિફાઈનરી પ્રોડક્ટના ઉત્પાદનમાં ગ્રોથ ઓક્ટોબર મહિનામાં ૦.૪ ટકા સુધી ઘટી ગયો છે. ગયા વર્ષે આજ ગાળામાં રિફાઈનરી પ્રોડક્ટમાં આઉટપુટ ગ્રોથનો આંકડો ૧.૩ ટકા રહ્યો હતો. આઠ કોર સેક્ટરમાં ઓક્ટોબર ૨૦૧૮માં ૪.૮ ટકા સુધીનો વધારો નોંધાયો છે.એપ્રિલ-ઓક્ટોબરના ગાળા કોર ઇન્ડસ્ટ્રી ગ્રોથ ૦.૨ ટકા ઘટીને એક વર્ષ અગાઉના ગાળામાં ૫.૪ ટકાની સામે હવે ૦.૨ ટકા રહ્યો છે. ૮ કોર સેક્ટર ઇન્ડસ્ટ્રીમાં આઉટપુટ સપ્ટેમ્બર મહિનામાં ૫.૧ ટકા સુધી ઘટી ગયો હતો. એક દશકમાં આ સૌથી નીચી સપાટી જોવા મળી હતી. આર્થિક મંદીની સીધી અસર કોર સેક્ટર ઉપર જોવા મળી છે જેના પરિણામ સ્વરુપે ઓક્ટોબર મહિનામાં કોર સેક્ટર આઉટપુટ ૫.૮ ટકા સુધી ઘટ્યો છે.

(7:26 pm IST)