Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉદ્ધવ ઠાકરે સરકાર આવતીકાલે બહુમત પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતા

ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રથમ મોટો નિર્ણય કરતા ચર્ચાઓ : લોકોના પૈસાનો યોગ્યરીતે ઉપયોગ કરી આગળ વધવા માટે ઉદ્ધવ ઠાકરે નો સચિવોને આદેશ : જવાબદારી સંભાળી લીધા બાદથી પ્રથમ વખત સચિવાલય પહોંચ્યા

મુંબઈ, તા. ૨૯ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ત્રણ પક્ષોની ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદ આવતીકાલે વિશ્વાસમત રજૂ કરી શકે છે. વિધાનસભાના સુત્રોની વાત માનવામાં આવે તો શિવસેના-એનસીપી-કોંગ્રેસ બહુમતિ પુરવાર કરવાની બાબત શક્ય દેખાઈ રહી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ઉદ્ધવ ઠાકરેને બહુમતિ સાબિત કરવા ત્રીજી ડિસેમ્બર સુધીની મહેતલ આપી છે પરંતુ એમ માનવામાં આવે છે કે, ઉદ્ધવ સરકાર ટૂંક સમયમાં જ બહુમત પુરવાર કરવા માટે ઇચ્છુક છે જેનાથી મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. બીજી બાજુ ભાજપે દહેશતની વાત કરતા કહ્યું છે કે, નવી સરકારી દરેક શંકાઓને વહેલીતકે ખતમ કરવા માટે ઇચ્છુક છે. આજે બપોરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ બપોરે બે વાગ્યા બાદ કાર્યભાળ સંભાળી લીધો હતો. બે વાગ્યા બાદ મંત્રાલયના છઠ્ઠા માળ પર સ્થિત મુખ્યમંત્રીની ઓફિસમાં પહોંચ્યા હતા. ઓફિસની બહાર ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે નામની પ્લેટ પણ લગાવી દેવામાં આવી છે.

                        મંત્રાલય પહોંચ્યા બાદ તેઓએ ભવનમાં છત્રપતિ શિવાજી મહારાજના ફોટા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાંદરા સ્થિત ઠાકરે પરિવારના નિવાસસ્થાન માતોશ્રીથી રવાના થયા બાદ રસ્તામાં દક્ષિણ મુંબઈના હુતઆત્મા ચોક પર રોકાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શપથવિધિ બાદથી જ ભાજપેહુમલા કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે ઠાકરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે, મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોને રાહત આપવાના બદલે બહુમત સાબિત કરવા પર ચર્ચા કરવી શરૂ કરી છે. જો બહુમતિ નથી તો દાવો કેમ કરાયો હતો. મહારાષ્ટ્રની પ્રજા સારી રીતે જાણે છે કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વિધાનસભામાં બહુમતિ હોવાનો દાવો કર્યા બાદ હવે ભયભીત કેમ છે.  

(7:20 pm IST)