Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

તો દિલ્હી ભાજપમાં બળવો સર્જાશે?

નવી દિલ્હી : દિલ્હી ભાજપમાં બળવો સર્જાય તો નવાઈ નહિં તેવા એંધાણો મળી રહ્યા છે. પ્રસિદ્ધ થયેલા એક અખબારી અહેવાલ મુજબ દિલ્હી કોર્પોરેશનના સંખ્યાબંધ કોર્પોરેટરોને ૨૦૨૦ની વિધાનસભામાં ટિકીટ મળવાની આશા હતી પણ તાજેતરમાં પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુ અને કેન્દ્રીય મંત્રી જાવડેકરની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં શ્રી જાજુએ કોર્પોરેટરોને કામે લાગી જવા જણાવેલ અને મોવડી મંડળ તેમને ટિકીટ આપવાના મૂડમાં નથી. તેમણે નિર્દેશ આપેલ કે દિલ્હી વિધાનસભામાં ઉમેદવારોના મેરીટ્સ અને સર્વેના આધારે ટિકીટ વ્હેંચણી કરવામાં આવશે. જો આવુ જ બનશે તો દિલ્હી ભાજપમાં મોટા વિસ્ફોટો નકારી કઢાતા નથી.

(4:02 pm IST)