Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુપીઃમીડ-ડે મીલમાં ભ્રષ્ટાચાર

૧ લિટર દુધમાં એક ડોલ પાણી ભેળવી ૮૫ બાળકોને આપવામાં આવ્યું

નવી દિલ્હી, તા.૨૯: હજુ કેન્દ્ર સરકારનું નિવેદન હમણાં જ બહાર આવ્યું છે કે મિડ ડે મીલ ના ભ્રષ્ટાચારમાં યુપી ટોચ પર છે, સોનભદ્રની એક શાળામાંથી સમાચાર આવ્યા કે એક ડોલ પાણી એક લિટર દૂધમાં ૮૫ બાળકોને આપવામાં આવ્યુ હતું .

આ કેસમાં બે શિક્ષામિત્રોને બરખાસ્ત કરવામાં આવ્યા છે.મિર્ઝાપુરમાં મિડ-ડે મીલમાં બાળકોમાં મીઠાને રોટલી અપાતા હતા સમાચારો વિશ્વભરમાં હેડલાઇન્સ બનાવ્યા હતા. હવે, સોનભદ્રની અહીંની સલીબંવા સ્કૂલમાં એક ડોલ પાણી એક લિટર દૂધમાં ભળીને ૮૫ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

રસોઇયા દ્વારા દૂધમાં પાણી ઉમેરવાનો વીડિયો સ્કૂલના જ સ્ટાફ દ્વારા વાયરલ કરાયો હતો. શાળાના રસોઇયા કહે છે કે શિક્ષામિત્રના કહેવાથી જ તેમણે આ પગલું ભર્યુ છે. જયારે સોનભદ્ર સલાબનાવા પ્રાથમિક શાળાના રસોઇયા, ફૂલવંતીને જયારે પૂછવામાં આવ્યું કે દૂધના પેકેટમાં કેટલું પાણી ઉમેરવામાં આવ્યું છે? તો તેમણે કહ્યુ કે એક પેકેટમાં એક ડોલ પાણી નાખવામાં આવ્યુ છે. બીજો પ્રશ્નમાં બાળકોની સંખ્યા પુછતા તેમણે કહ્યુ કે ૮૫ બાળકોને આ દુધ આપવામાં આવ્યુ હતું.

જિલ્લા શિક્ષણાધિકારી કહે છે કે સ્કૂલની ભૂલ હતી કે એક લિટર દૂધમાં ૮૫ બાળકોને એક ડોલ પાણી ભેળવી આપવામાં આવ્યું હતું, પરંતુ આ ભૂલની પશ્યાતાપ થતાં જ સ્ટાફે અઢી કલાકમાં પુરતું દુધ બાળકોને આપવામાં આવ્યુ હતું

વિભાગના શિક્ષણાધિકારી મુકેશકુમારે કહ્યું કે પેકેટનું દૂધ ત્યાં હતું, પણ રસોઈયાએ પેકેટનો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ તે સમયે દૂધ ત્યાંજ હતું. બાળકોને ફરીથી માનક ધોરણ પ્રમાણે દુધ આપવામાં આવ્યું. ભૂલી કરી પણ તાત્કાલિક ભૂલ સુધારી દેવામાં આવી છે.

લોકસભામાં ભાજપના સાંસદ ભારતી પ્રવીણ પવારના પ્રશ્નના જવાબમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોકરીયલે જવાબ આપ્યો કે ત્રણ વર્ષ દરમિયાન દેશભરમાં મિડ-ડે માઇલ પર ભ્રષ્ટાચારની ૫૨ ફરિયાદો મળી હતી. જેમાં યુપી ૧૪, બિહાર ૧૧, પશ્યિમ બંગાળ ૬, મહારાષ્ટ્ર ૫, રાજસ્થાન ૪, આસામ, દિલ્હી, હરિયાણા ૨-૨ અને છત્તીસગ,, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ત્રિપુરા અને ઉત્ત્।રાખંડની ૧-૧ ફરિયાદો શામેલ છે.

(3:52 pm IST)