Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહારાષ્ટ્રમાં હવે મળશે ૧ રૂપિયામાં સારવાર અને ૧૦ રૂપિયામાં ભોજન

ત્રણેય પક્ષો દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામની જાહેરાત કરાઇ

મુંબઇ,તા.૨૯: શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી દીધી, આ અંતર્ગત ત્રણેય પક્ષોએ એક મિનિમમ કોમન પ્રોગ્રામ રજૂ કર્યુ. મહારાષ્ટ્ર વિકાસ અગાડી (એમવીએ) ગઠબંધને આમાં કેટલાક મોટા વાયદા કર્યા છે જેમાં એક વાયદો સારવાર અને ભોજનનો પણ છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન શિવસેનાએ કહ્યું હતું કે, રાજયમાં દરેકને ૧૦ રૂપિયામાં ભરપેટ ભોજન આપીશુ, હવે આ વાયદો પુરો કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત વાયદામાં એવુ પણ હતુ કે સરકાર ૧ રૂપિયામાં ઇલાજ-સારવાર આપશે. જોકે, હવે આ બધી વસ્તુઓને ન્યૂનત્ત્।મ કોમન કાર્યક્રમમાં જગ્યા આપવામાં આવી છે.

બેરોજગારી દુર કરવાના ઉપાયના રૂપમાં ન્યુનતમ સંયુકત કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે સરકારે દરેક ખાલી પદોને ભરવાની પ્રકિયા શરૂ કરી દીધી છે. ભણેલા બેરોજગાર યુવાઓ માટે ફેલોશિપનું એલાન કરવામાં આવશે નોકરીઓમાં વ્યવસ્થા કરવામાં આવશે. તેના માટે કાયદો લાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં માર્ગો સ્થિતિ સુધારવા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના આધાર પર એક નવી યોજના લાવવામાં આવશે. નગરપંચાયત મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માર્ગોને દુરૂસ્ત કરવા માટે અલગ ફંડની વ્યવસ્થા કરવામાં આવશે.

(3:40 pm IST)