Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

INX મીડિયા કેસ

કોર્ટમાં રજુ થયા ચિદમ્બરમઃ દોષિત અધિકારીઓને મળ્યા આગોતરા જામીન

નવી દિલ્હી,તા.૨૯: આઇએનએકસ મીડિયા ભ્રષ્ટાચાર મામલે નાણામંત્રી પી. ચિદમ્બર દિલ્હીની એક કોર્ટ સમક્ષ રજુ થયા બીજી બાજુ ચિદમ્બરની સાથે કામ કરી ચુકેલા વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડના છ આરોપી અધિકારીઓને કોર્ટે આજે આગોતરા જામીન આપી દીધા છે. આગોતરા જામીન મુદ્દે કોર્ટે સીબીઆઇને પણ નોટીસ ફટકારી છે. હવે આ મામલાની સુનાવણી ૧૭ ડિસેમ્બરે થશે.

ઉલ્લેખનીય છે કે તપાસ એજન્સીની ચાર્જસીટના આધાર પર કોર્ટે છેલ્લા થોડાક સમયથી ચિદમ્બરમ કાર્તિ આઇએનએકસ મીડિયા પીટર મુખર્જી અને બ્યુરોકેટ્સ સહિત ૧૪ આરોપીઓને સમન્સ પાઠવ્યું હતું.

સુત્રોના જણાવ્યા મુજબ જે છ અધિકારીઓને કોર્ટમાં રજુ થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેમાં અજીત કુમાર દુંગદુંગ, રવીન્દ્ર પ્રસાદકુમાર બગ્ગા પ્રબોધ સકસેના અનુપ કે પુજારી સિંધુશ્રી ખુલ્લરના નામ સામેલ હતા. દરેક ચિદમ્બરમના કાર્યકાળમાં નાણામંત્રાલયમાં કાર્યરત હતા.

(3:31 pm IST)