Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

શેર બજારમાં ધ્રુજારીઃ સેન્સેકસે ૪૧૦૦૦ તથા નિફટીએ ૧ર૦૦૦ની સપાટી તોડીઃ ભારે વેંચવાલી

જીડીપીના આંકડા ચિંતાજનક આવવાની શંકાથી : ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૧પ તથા નીફટી ૧ર૩ પોઇન્ટ ડાઉન

મુંબઇ તા. ર૯: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ઘરેલુ શેબજારમાં આજે ઘટાડાનો દોર જોવા મળ્યો છે. સેન્સેકસ આજે માત્ર ૮ પોઇન્ટીના વધારા સાથે ૪૧,૧૩૮ પર અને નિફટી પાંચ પોઇન્ટના ઘટાડા સાથે ૧ર,૧૪૭ પર ખૂલી હતી, પરંતુ ત્યારબાદ સેન્સેકસ અન નિફટી બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૪૧પ પોઇન્ટ તૂટીને ૪૦૭૧૪ અને નિફટી ૧ર૩ પોઇન્ટ તૂટીને ૧ર૦ર૧ પર ટ્રેડ કરી રહી છે. આમ સેન્સેકસે ૪૧,૦૦૦ની અને નિફટીએ ૧ર,૧૦૦ની સપાટી ગુમાવી દીધી છે.

આજના ટ્રેડિંગમાં શેરબજારમાં ભારે વેંચવાની જોવા મળે છે. ઓટો રિયલ્ટી, આઇટી, મેટલના શેર તુટયા છે.

બેન્ક નિફટી ૦.૩ર ટકા તૂટીને રેકોર્ડ સ્તરે નીચે આવી ગઇ છે. જોકે પીએસયુ બેન્ક ઇન્ડેકસ વધારા સાથે ચાર મહિનાના હાઇ પર છે. યમ બેન્કના શેરમાં ચાર ટકાનો અને ભારતી એરટેલના શેરમાં બે ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જયારે ઇન્ફ્રાટેલનો શેર પાંચ ટકા તૂટી ગયો છે. ટાટા સ્ટીલમાં પણ ૧.પ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં એક ટકાનો અને એલ એન્ડ ટીમાં ૦.૮ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત રિલાયન્સ એચડીએફસી બેંક પણ તુટયા છે.

(3:21 pm IST)