Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગડકરીને સીએમ બનાવાય તો શિવસેના મુખ્યમંત્રી પદ જતું કરવા તૈયાર હતી પણ ભાજપને અહમ આડે આવ્યો

મુંબઇમાં નીતિન ગડકરી અને ઉદ્ધવ વચ્ચે વિગતવાર ચર્ચા: સંઘને પણ ઓફર સ્વીકાર્ય હતી

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય મડાગાંઠ ઉકેલાઈ છે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા છે શિવસેનાએ ભાજપાસ સાથેના ગઠબંધનને બદલે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે લાંબા સમયથી વિવાદનો અંત આવ્યાનું મનાય છે શિવસેના મુખ્યમંત્રી પદ માટે અડગ હોવાની વાતો વચ્ચે કેન્દ્રના હાલના વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરી મુખ્ય પ્રધાન બનતા હોય અને આદિત્ય ઠાકરેને નાયબ મુખ્ય પ્રધાન બનાવતા હોય તો ભાજપ સાથે શિવસેના સરકાર રચવા તૈયાર હતી એવી માહિતી મળી હતી.

 મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી સરકાર રચવામાં અવરોધ સર્જાયો ત્યારે ભાજપ મોવડી મંડળે નીતિન ગડકરીને મુંબઇ મોકલ્યા હતા કે તમે જઇને ઉદ્ધવને સમજાવો.

   મુંબઇમાં નીતિન ગડકરી અને ઉદ્ધવ વચ્ચે વિગતવાર ચર્ચા થઇ હતી જેમાં ઉદ્ધવે કહ્યું હતું કે તમે મુખ્ય પ્રધાન બનવા તૈયાર હો અને આદિત્યને નાયબ મુખ્ય પ્રધાન બનાવતા હો તો અમે ભાજપ સાથે સરકાર રચવા તૈયાર છીએ. આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ મંજૂર હતી. ઉદ્ધવ સાથે ચર્ચા કર્યા બાદ ગડકરી નાગપુર ગયા હતા અને સંઘના વડા મોહન ભાગવત સાથે આ બાબતે ચર્ચા કરી હતી. ભાગવતજીએ પણ આ ઑફરને સ્વીકાર્ય ગણાવી હતી.

    ભાગવતના મતે પાંચ વર્ષ દેવેન્દ્ર મુખ્ય પ્રધાન રહ્યા હતા તો પાંચ વર્ષ ભલે ગડકરી મુખ્ય પ્રધાન બને. જો કે ભાજપના મોવડી મંડળનેા અહં આડે આવ્યો હતો કે આ તો શિવસેના સામે નમતું જોખવા જેવું છે. ભાજપના મોવડી મંડળની ઇચ્છા દેવેન્દ્ર ફડનવીસને જ મુખ્ય પ્રધાન બનાવવાની હતી. એટલે ફરી એકવાર મડાગાંઠ સર્જાઇ હતી એમ ભાજપના સૂત્રોએ કહ્યું હતું.

(1:00 pm IST)