Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

" ડો.એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઈટ એવોર્ડ 2019 " : નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા ના ઉપક્રમે આવતીકાલ 30 નવેમ્બર 2019ના રોજ અમરાપુર ગાંધીનગર ગુજરાત ખાતે યોજાનારો કાર્યક્રમ : સર્જનશીલ અને નવીનીકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર દેશના બાળકોને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્તે એવોર્ડ અપાશે

ગાંધીનગર : નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા ના ઉપક્રમે આવતીકાલ 30 નવેમ્બર 2019ના રોજ અમરાપુર ગાંધીનગર ગુજરાત ખાતે " ડો.એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઈટ એવોર્ડ 2019 " વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા ભારત રત્ન ખિતાબ વિજેતા શ્રી પ્રણવ મુખરજીના હસ્તે સર્જનશીલ અને નવીનીકરણ ક્ષેત્રે  વિશિષ્ટ યોગદાન આપનાર  દેશના બાળકોને એનાયત થનારા આ એવોર્ડ વિતરણ માટેનો સમય બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં એવોર્ડ માટે પસંદ કરાયેલા સમગ્ર દેશના બાળકો હાજર રહેશે

કાર્યક્રમ દરમિયાન આ બાળકોએ સર્જનાત્મક તથા નવીનીકરણ ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન સાથેની પ્રવૃત્તિ અંગે ચર્ચા કરવાની તક મળશે

કાર્યક્રમમાં હાજર રહેવા મીડિયા તેમજ મિત્ર વર્તુળ માટે લઇ જવાની અને પરત મૂકી જવા વાહનની વ્યવસ્થા કરાઈ છે.જે ગાંધીનગર પથિકાશ્રમથી  તથા માનસી ક્રોસ રોડ અમદાવાદથી બપોરે 1 વાગ્યે ઉપડશે અને કાર્યક્રમ પૂરો થયા બાદ ઉપરોક્ત સ્થળે પહોંચાડશે

વિશેષ માહિતી શ્રી તુષાર ગર્ગ (Mob - 8511167451, tusharg@nifindia.org) અથવા  શ્રી મનીષ ભોયર (Mob - 8004525794 / 9737302883, manishb@nifindia.org) પાસેથી મળી શકશે તેવું એન.આઇ એફ.મીડિયા સેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(2:30 pm IST)