Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડનવીસની મુશ્કેલીઓ વધી: નાગપુર કોર્ટે હાજર થવા પાઠવ્યા સમન્સ

ઉમેદવારી પત્ર ભરતી વખતે બે પડતર કેસની માહિતી એફીડેવીટમા છુપાવી : ફડનવીસ વિરુદ્ધ છેતરપીંડી અને ષડયંત્ર રચવાનો કેસ

મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની દેવેન્દ્ર ફડનવીસમા મુશ્કેલીમા વધારો થયો છે. જેમા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમના ચુંટણીની એફિડેવિટમા ખોટી વિગત આપી હોવાના કેસમા નાગપુર અદાલતે સમન્સ પાઠવ્યો છે.

 આ અંગે નાગપુર પોલીસને સ્થાનિક અદાલત દ્વારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના નામે સમન્સ જારી કર્યા છે. સદર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે દેવેન્દ્ર ફડનવીસને સમન્સ પાઠવવામા આવ્યા છે. ફડનવીસ નાગપુરના ધારાસભ્ય છે. મેજીસ્ટ્રેટ અદાલતે એક નવેમ્બરના રોજ એક અરજી પર ફરીથી સુનવણી કરી હતી. જેમા ભાજપના નેતા વિરુદ્ધ કથિત રીતે માહિતી છુપાવવા બદલ ગુનાહિત કાર્યવાહીની માંગ કરી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પૂર્વે સુપ્રિમ કોર્ટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને આંચકો આપી દીધો હતો જેમા ચુંટણીના ઉમેદવારી પત્રની એફીડેવીડમા માહિતી છુપાવવાનો કેસ આગળ ધપાવવામા આવશે. કોર્ટે સતીશ ઉકેનીએ અરજી પર સુનવણી દરમ્યાન કહ્યું કે દેવેન્દ્ર ફડનવીસે પોતાની વિરુદ્ધ ચાલી રહેલા બે અપરાધિક કેસો અને એફીડેવીટમા ખુલાસો કર્યો ન હતો.

 આ કેસમાં અરજીકર્તાનો આરોપ છે કે દેવેન્દ્ર ફડનવિસે વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચુંટણીમા પોતાના પર ચાલી રહેલા બે અપરાધિક કેસની જાણકારી છુપાવી હતી. આ પૂર્વે મુંબઈ હાઈકોર્ટે સતીશ ઉકીની અરજી રદ કરી નાંખી હતી. જેમાં મહારાષ્ટ્ર વિધાનસભા માટે ફડનવીસની ચુંટણીને રદ કરવાની માંગ કરી હતી.

  આ અરજીમાં આરોપ હતો કે દેવેન્દ્ર ફડનવીસ પર વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪માં નાગપુરના દક્ષિણ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમા ઉમેદવારી પત્ર ભરતી વખતે આ બે પડતર કેસની માહિતી ચૂંટણી એફીડેવીટમા છુપાવી હતી. આ પીપુલ્સ એકટ ૧૯૫૧ ના ૧૨૫- એ નું સ્પષ્ટ ભંગ છે. અરજીકર્તા મુજબ વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૮ મા ફડનવીસ વિરુદ્ધ છેતરપીંડી અને ષડયંત્ર રચવાનો કેસ દાખલ કરવામા આવ્યા હતા.

(12:36 pm IST)