Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

નવેમ્બરમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો : અંદાજે 2,62 ટકાનું ગાબડું: વૈશ્વિક સ્તરે 39 ડોલરનો કડાકો

માંગ,પુરવઠા અને વ્યાજદર જેવા પરિબળોએ સોનાની તેજી થંભાવી : મોટી તેજીની શકયતા નહિવત

નવી દિલ્હી : નવેમ્બરમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવાયો છે સોનાના ભાવ નવેમ્બર મહિનામાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણા આગળ વધી રહી હોવાના સતત અહેવાલ વચ્ચે ઘટેલા જ જોવા મળ્યા છે. મહિનામાં લગભગ ૨.૬૨ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે

   ગુરુવારે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધે એવી આશાએ ભાવમાં આંશિક મજબુતી જોવા મળી રહી છે. જોકે, માંગ અને પુરવઠામાં કે વ્યાજ દર અંગે અત્યારે બધા પરિબળો સોનાની તેજીની વિરુદ્ધ છે એટલે કોઈ મોટી તેજીની આશા જણાતી નથી.

 ઓક્ટોબરના અંતે વૈશ્વિક હાજર બજારમાં સોનાનો ભાવ ૧૪૯૫.૮ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ હતો જે તા.૧ નવેમ્બરે ૧૫૧૪.૩ ડોલરની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી સતત દબાણમાં જોવા મળી રહ્યો છે. તા.૧૨ નવેમ્બરે ૧૪૫૦.૯ ડોલરની મહિનાની નીચી સપાટી પહોંચ્યા પછી આજે ભાવ ૧૪૫૬.૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

   એક મહિનામાં ભાવ ૩૯.૩ ડોલર ઘટી ગયા છે. ન્યૂયોર્ક ખાતે સોનાનો વાયદો આજે સામાન્ય ૦.૫૫ ડોલર વધી ૧૪૬૧.૩૫ની સપાટીએ છે જયારે ચાંદી હજુ પણ ઘટી ૧૭.૦૧૨ ડોલર પ્રતિ ઔંસ છે. નવેમ્બર મહિનામાં ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૧૫ ઘટી ગયું છે જયારે ચાંદીના ભાવ રૂ.૨૨૯૦ પ્રતિ કિલો ઘટી ગયા છે.

(12:01 pm IST)