Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉધ્ધવની શપથવિધીમાં સોનિયા-રાહુલ ગેરહાજર રહ્યા તેની પાછળ કયું મોટુ કારણ હતુ

એક રણનીતિના ભાગે દુર રહેવાનું નક્કી કર્યુ : કોંગ્રેસ આ ગઠબંધનને રાજય પુરતુ જ સીમિત રાખવા માંગે છે તેવા સંકેતો

નવી દિલ્હી તા. ર૯ :.. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારંભથી સોનિયા ગાંધી દુર રહયા. ભુતપુર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને ભુતપુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ પણ મુંબઇમાં થયેલ શપથ ગ્રહણ સમારંભમાં નહોતા ગયા. આ એક ઇતેફાક નથી પણ કોંગ્રેસની સમજી વિચારીને ગોઠવાયેલી રણનીતિનો એક ભાગ છે. જેથી કાર્યક્રમનો વ્યાપ ફકત રાજય પુરતો જ સીમિત રહેે.

ઉધ્ધવ ઠાકરે શપથગ્રહણ સમારંભની ભવ્યતા સાથે રાજકીય સંદેશ પણ આપવા માગતા હતાં. આના માટે બુધવારે સાંજે તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભુતપુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સાથે મુલાકાત કરીને તેમને નિમંત્રણ પણ આપ્યું હતું પણ બન્ને નેતાઓ આ સમારંભમાં નહોતાં આવ્યા. કોંગ્રેસ અધ્યક્ષે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને નવી જવાબદારી માટે અભિનંદન આપ્યા હતાં.કોંગ્રેસ નહોતી ઇચ્છતી કે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના શપથગ્રહણ સમારંભને વિપક્ષોની એકતા તરીકે જોવામાં આવે. કેમ કે, હજુ સુધી કોંગ્રેસ પણ આ ગઠબંધન બાબતે બહુ સહજ નથી. ઉપરાંત, કર્ણાટકના મુખ્યપ્રધાન કુમાર સ્વામીના શપથગ્રહણ સમારંભની તસ્વીરના હાલ પણ મોટા નેતાઓના અંતરનું કારણ બન્યા. કેમ કે  ર૩ મે ર૦૧૮ ના શપથગ્રહણ સમારંભની તસ્વીર વિપક્ષી એકતા તરીકે રજૂ કરાઇ હતી પણ લોકસભા ચૂંટણી  પહેલા જ વિપક્ષી એકતા વિખેરાઇ ગઇ હતી.કોંગ્રેસના એક નેતાએ કહયું કે મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારંભને બહુ મહત્વ આપવાની જરૂર નથી. અમે રાજય સરકારમાં ત્રીજા નંબરના ભાગીદાર છીએ. એ ખરૃં કે શિવસેના સાથે મળીને અમે અને એનસીપી ભાજપાને રોકવામાં સફળ થયા છીએ.

શિવસેના સાથે ગઠબંધન અંગે પક્ષનો આંતરિક મતભેદ પણ શપથગ્રહણ સમારંભને વધારે મહત્વ ન આપવાનું કારણ બન્યો. પક્ષની કોશિષ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના ગઠબંધનને રાજય પુરતું જ સીમિત રખાય. શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત ન થવી પણ એક કારણ બન્યું. મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતાએ કહયું કે અમને આશા હતી કે ગઠબંધનના નેતા પસંદ થયા પછી ઉધ્ધવ ઠાકરે પોતે પક્ષ પ્રમુખને આમંત્રણ આપશે.

(11:41 am IST)