Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

એનબીએફસીને ઉગારવા યુપીએ મોડલ અપનાવશે એનડીએ

પ્રણવ મુખર્જીએ અપનાવેલ મોડલ અંગે થઇ રહી છે ચર્ચા

નવી દિલ્હી તા. ર૯: મોદી સરકાર સંકટમાં ફસાયેલી નોન બેકીંગ ફાઇનાન્સ કંપનીએ (એનબીએફસી) ને ઉગારવા માટે યુપીએની સરકારના મોડલ પર કામ કરી શકે છે સરકારની અંદર એનબીએફસી સંકટમાં સીધા હસ્તક્ષેપના એ મોડલની ચર્ચા થઇ રહી છે. જે ર૦૦૯માં તત્કાલીન નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ લાગુ કર્યુ હતું. સરકારેગયા અઠવાડીયે નાણાકીય બાબતોની સંસદીય સમિતિને મોકલેલા એક પ્રસ્તાવમાં કહ્યું, ''નાણાકીય સ્થાપિયતા માટે સીધા હસ્તક્ષેપના ઉપાયથી આ ક્ષેત્રના પડકારો અને રોકડ મૂશ્કેલીઓ દુર કરવામાં મદદ મળી શકે છે.'' નાણા મંત્રાલયમાં આ પ્રસ્તાવ પર ઉચ્ચ સ્તરીય ચર્ચા કરાઇ છે અને આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટમાં તેને સામેલ કરી શકાય છે.

ર૦૦૯ માં વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારે વૈશ્વિક નાણાકીય સંકટ પછી એનબીએફસી ક્ષેત્રમાં રોકડ વધારવા માટે ઘણા ઉપાયોની જાહેરાત કરી હતી તેમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે સંપતિવાળી એનબીએફસીને ખાસ ઉદ્દેશવાળા એકમો દ્વારા રોકડ મદદ ઉપલબ્ધ કરાવવાનું સામેલ હતું જે એનબીએફસીની બિન ઉત્પાદક સંપતિ પ ટકાથી ઓછી નહોતી તેમને આ યોજના હેઠળ નાણાકીય મદદને પાત્ર ગણવામાં આવી હતી. આ યોજનાથી એનબીએફસી રોકડની સ્થિતી ઝડપભેર સુધરી હતી. પ્રસ્તાવમાં એનબીએફસીના હાલના સંકટમાંથી ઉગારવા માટે યુપીએ કાર્યકાળની યોજનાને અમલમાં લેવાનો પણ તો લેવાયો જ છે, તેનું માળખુ પણ તૈયાર કરી લેવાયું છે.

(11:29 am IST)