Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

૧ એપ્રિલથી ઇ-ઇનવોઇસ બનશે ફરજીયાત

૧-જાન્યુઆરીથી સ્વૈચ્છિક રીતે લાગુ થશે

નવી દિલ્હી તા ૨૯  :   જી.એસ.ટી. ચોરી પર અંકુશ મુકવા અને કર અનુપાલન સરળ બનાવવા માટે સરકાર ૧૦૦ કરોડ રૂપિયા સુધીનો વાર્ષિક કારોબાર કરતા ધંધાર્થીઓ માટે ૧ એપ્રિલથી ઇલેકટ્રોનીક ઇ-ઇનવોઇસીંગ ફરજીયાત બનાવવાની તૈયારી કરી રહી છે. ખરેખરતો ઇ-ઇનવોઇસીંગ પ્રણાલી ૧ જાન્યુઆરીથી તબક્કાવાર સ્વૈચ્છિક અને પ્રયોગાત્મક ધોરણે ચાલુ થઇ જશે. શરૂઆતમાં તે પ૦૦ કરોડ રૂપિયાથી વધારે ધંધો કરતી કંપનીઓ પર લાગુ થશે, જયારે ૧૦૦ કરોડથી વધારેનો કારોબાર કરતા ધંધાર્થીઓ માટે ૧ ફેબ્રુઆરીથી અમલી બનશે.

સરકારે ગઇકાલે કહયું કે ઇ-ઇનવોઇસીંગ લાગુ કરવાનો મુળ ઉદ્ેશ કરદાતાઓ માટે પ્રક્રિયા સરળ બનાવવાનો છે. આ પગલાથી જીએસટી રિટર્ન પ્રણાલી છધુ સુલભ અને સહેલી બની જશે. ૫૦૦ કરોડ અને તેનાથી વધુનો ધંધો કરનારાઓ માટે ૭૫૦૦ થી વધારે જીએસટીઆઇએન છે. ૧ એપ્રિલથી ઇ-ઇનવોઇસીંગ ફરજીયાત થવાથી ૧૦૦ કરોડથી ઓછો કારોબાર કરતી કંપનીઓ માટે તે વૈકલ્પિક બની જશે.

સરકાર આ પગલું એવા સમયે લઇ રહી છે, જયારે જીએસટીની આવક લ્ય કરતા ઓછી થઇ રહી છે અને સરકાર કરચોરી સામે નિપટવાના ઉપાયો શોધી રહી છે. સપ્ટેમ્બરમાં જીએસટીની આવક ૯૧૯૧૬ રૂપિયા થઇ જે છેલ્લા ૧૯ મહિનામાં સોૈથી અછી હતી. ઓકટોબરમાં તે ૯૫૩૮૦ કરોડ હતી, જે સતત ત્રીજા મહીને પણ ૧ લાખ કરોડથી ઓછી રહી. ગયા વર્ષના ઓકટોબરની સરખામણીમાં તે પ.૩ ટકા ઓી હતી.

એક સરકારી અધિકારીએ કહયું કે નવી પ્રણાલીથી શરૂઆતમાં થોડી મશકેલી જરૂર પડશે પણ અમે નથી ઇચ્છતા કે બહુ મુશ્કેલીઓ ભોગવવીપડે એટલે તેને ધ્યાનમાં રાખીને અમે મોટી કંપનીઓથી તેની શરૂઆત કરશે.

(11:28 am IST)