Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પતિને સેવનું શાક ખાવું'તું પત્નિએ બનાવી ન આપ્યું: બંને વચ્ચે ઝઘડો થયોઃ ૧૭ વર્ષ અલગ રહ્યાં: સમાધાન

કોર્ટે બંને વચ્ચે કરાવ્યો મેળઃ પત્નિએ ખવડાવ્યું સેવનું શાક

ભોપાલ, તા.૨૯: પતિ-પત્નિ વચ્ચે નાની-નાની વાતમાં ઝદ્યડા થતાં રહે છે. પરંતુ કોઈ શાકના કારણે ઝદ્યડો થાય અને બંને એકબીજાથી ૧૭ વર્ષ સુધી દૂર રહે તેવું સાંભળ્યું છે? મધ્યપ્રદેશમાં આવી જ કંઈક ઘટના બની છે. પતિએ સેવનું શાક ખાવાની ઈચ્છા વ્યકત કરી અને પત્નીએ ન બનાવી આપ્યું. તો બંને વચ્ચે એટલો ઝદ્યડો થયો કે એકબીજાથી ૧૭ વર્ષ સુધી અલગ રહ્યા. બંને વચ્ચે સમાધાન લાવવાનું કામ કોર્ટે કર્યું છે. આ સમાધાન ત્યારે થયું જયારે પત્નીએ પોતાના હાથથી સેવનું શાક બનાવીને પતિને ખવડાવ્યું.

આ અજીબ મામલો એક રિટાયર્ડ કર્મચારી અને તેમની પત્નિ વચ્ચેનો છે. એક રિપોર્ટ પ્રમાણે, વર્તમાનમાં પતિની ઉંમર ૭૯ વર્ષની છે જયારે પત્નિની ૭૨ વર્ષ. પતિએ રિટાયરમેન્ટ બાદ મળેલા પૈસા પત્નીના નામે કરી દીધા હતા. દેવાસમાં તેમનું મકાન હતું તે પણ પત્નીના નામે કરી દીધું, જયારે પણ પેન્શનની રકમ આવતી તો તે પત્નીના અકાઉન્ટમાં જતી હતી. પરંતુ રિટાયરમેન્ટના બે વર્ષ બાદ એક દિવસમાં બંનેમાં શાકભાજીને લઈને કલેશ થયો.

પતિએ પત્નિને સેવનું શાક બનાવવા માટે કહ્યું હતું. પત્નિએ કહ્યું કે તે સેવ લાવીને આપે. પતિએ તેના માટે પૈસા માગ્યા તો પત્નિએ ખૂબ સંભળાવ્યું. પત્નીએ કહ્યું કે જયારે નોકરીમાં હતા ત્યારે પોતે જ બધું લઈને આવતા હતા. જેના પર પતિએ કહ્યું કે તેની પાસે પૈસા નથી અને જે પૈસા આવે છે તે બધા પત્ની પાસે રહે છે. આમ, સેવનું શાક તો બન્યું નહીં. આ વાતથી ગુસ્સામાં આવીને પતિ બીજા દિવસે સવારે કોઈને કહ્યા વગર ઘર છોડીને જતો રહ્યો.

રિપોર્ટ પ્રમાણે, પતિએ મહારાષ્ટ્રના બુલઢાનાનાં માતોડ નામના ગામમાં પોતાનું દ્યર વસાવી લીધું. આટલું જ નહીં સેકશન ઓથોરિટીમાં ફરિયાદ કરીને પેન્શનની રકમ પોતાના ખાતામાં આવતી કરી દીધી એટલે પત્નીના ખાતામાં પૈસા આવતા બંધ થયા. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો. ૨૦૧૬માં જિલ્લા ન્યાયાલયની અલગ-અલગ કોર્ટમાં દ્યરેલું હિંસા અને ભરણ પોષણ સહિત ચાર મામલે સુનાવણી શરૂ થઈ. વોરંટ પણ જાહેર કરાયું. પત્નીને હજુ પણ જાણ નહોતી કે તેનો પતિ દ્યર છોડ્યા બાદ કયાં રહે છે.

વોરંટ ઈશ્યૂ કરાયા બાદ તપાસ કરી તો જાણ થઈ કે પેન્શનની રકમ માતોઢ ગામની બેંકમાંથી ઉપડી રહી છે. પોલીસે પતિને કોર્ટમાં હાજર કર્યો. પતિએ ત્યાં જઈને સમગ્ર મામલો જણાવ્યો અને કહ્યું કે તે સેવનું શાક મારા માટે નથી બનાવી શકતી તો હું પૈસા કેવી રીતે આપું. બાદમાં જજે બંનેને અલગ-અલગ બોલાવીને વાત કરી.

આખરે બંને વચ્ચે કોર્ટમાં જ સમાધાન આવે તે માટે ૫૦ રૂપિયાનું સેવનું પેકેટ મગાવાયું. પત્નીને કહેવામાં આવ્યું કે તે પતિને તેનું શાક બનાવીને ખવડાવે. બંને કોર્ટથી સાથે ઘરે ગયા અને પત્નીએ શાક બનાવ્યું. બંને બીજા દિવસે ફરી કોર્ટમાં પહોંચ્યા જયાં પતિએ કહ્યું કે તેઓ સાથે રહેવા માટે તૈયાર છે, પરંતુ તેમને તે વાતની પુષ્ટિ જોઈએ છે કે પત્ની બીજીવાર આમ નહીં કરે. કોર્ટે પૂછ્યું કે શું તે આમ કરશે? તો પતિએ કહ્યું કે તેની પત્ની સાઈ બાબાની સામે શપથ લે તો તે માનશે.

અને બાદમાં આમ થયું પણ ખરૃં. બંને શિરડી ગયા અને ત્યાંથી પરત આવ્યા બાદ બંને રાજીનામા પર હસ્તાક્ષર કર્યા અને સાથે રહેવાનો નિર્ણય કર્યો.

 

(10:08 am IST)