Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ટાટા સ્ટીલ યુરોપમાં ત્રણ હજાર કર્મચારીઓ છુટા કરશે

સ્ટીલ ઉદ્યોગમાં વૈશ્રકિ સ્તરે મંદી પ્રવર્તમાન હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે

લંડન, તા.૨૯: ટાટા સ્ટીલ યુરોપમાં ૩૦૦૦ કર્મચારીઓને છુટા કરશે. ટાટા સ્ટીલનયા નેધરલેન્ડસમાં ૧૬૦૦, યુકેમાં ૧૦૦૦ અને વિશ્રમાં અન્ય સ્થળે ૩૫૦ કર્મચારીઓને છુટા કરવામાં આવશે, તેવું ટાટા સ્ટીલ યુરોપે બુધવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું.

ટાટા સ્ટીલ યુરોપ અને યુરોપિયન વકર્સ કાઉન્સિલ (ઈડબલ્યૂસી) વચ્ચે વાટાઘાટ ચાલી રહી છે.

સ્ટીલ ઉદ્યોગમાં વૈશ્રકિ સ્તરે મંદી પ્રવર્તમાન હોવાથી કંપનીમાં કર્મચારીઓની સંખ્યામાં ઘદ્યટાડો કરવામાં આવી રહ્યો છે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ટાટા સ્ટીલનો યુરોપમાં કર્મચારીઓના ખર્ચ પાછળનો દ્યટાડો કરવાનો ઈરાદો છે. ૩૦૦૦ કર્મચારીઓ ઓછા થશે જેમાંથી બે તૃતીયાંશ જેટલા મેનેજમેન્ટ અને ઓફિસ કામગીરી સાથે સંકળાયેલા હશે.'

કંપનીમાં ઈનોવેશન પૂરઝડપે શરૂ થઈ શકે તે માટે જરૂરી રોકાણની વ્યવસ્થા થઈ શકે તેવું ટાટા સ્ટીલનું લક્ષ્ય છે. ટાટા સ્ટીલ યુરોપના સીઈઓ હેનરિક આદમે કહ્યું કે 'પરિવર્તનથી અચોક્કસતાનું સર્જન થાય છે. પણ એક કંપની સ્થિર રહી શકે નહીં, કારણ કે વિશ્ર ઝડપભેર બદલાઈ રહ્યું છે અને આપણે તે રીતે અનુકૂળ થવું જ રહ્યું.'

ટાટા સ્ટીલ અને ઈડબલ્યુસી વચ્ચે હજુ બેઠક ચાલતી રહેશે અને તે દરમિયાન કર્મચારીઓને અને અન્ય હિતધારકોને ચાલી રહેલી પ્રક્રિયાથી માહિતીગાર કરાશે, તેવું કંપનીએ કહ્યું હતું.

(10:07 am IST)