Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ભારતની રાજકીય તસવીર બદલાઇ :મહારાષ્ટ્ર મોડલને અન્ય રાજ્યમાં પણ લાગુ કરશે કોંગ્રેસ

ભાજપે બીજા રાજકીય પક્ષો અને સહયોગીઓને પણ નિશાને લેતા નવા સમીકરણો ઉભરશે

 

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે ભાજપને સરકાર બનાવવા માટે રોક્યા બાદ કોંગ્રેસ  દેશના બીજા રાજ્યોમાં પણ સમીકરણ રચવાની તૈયારીમાં લાગી છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ ગૌડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષમાં જોયું કે ભાજપે બીજા રાજકીય દળ અને પોતાના સહયોગીને પણ નિશાને લીધા છે. જેના કારણે દેશના લોકો જોઇ રહ્યાં છે કે હવે દેશના અનેક રાજ્યોમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યાં છે.

 મહારાષ્ટ્ર મોડલનો આગળ પ્રયોગ કરવામાં આવશે તેવા સવાલના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે તમે આગળ વ્યવહારિક ગઠબંધન જોશો. કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો કે 'ભાજપની સરકાર દેશની અર્થવ્યવસ્થા માટે સારી નથી. એટલે જરૂરી છે કે બધા પક્ષ ભેગાથઇને ભાજપને રોકે.'

  રાજીવ ગૌડાએ કહ્યું કે અત્યારે જોવા મળી રહ્યું છેકે ભારતના નકશા પર રાજકીય તસવીર બદલાઇ રહી છે. તમે એકવાર ફરીથી ભાજપ શાસિત વગરના રાજ્ય તરીકે જઇને કન્યાકુમારીથી કાશ્મીર સુધી મુસાફરી કરી શકશો.

 

(11:50 pm IST)