Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઉદ્ધવ ઠાકરે કેબિનેટની પ્રથમ બેઠક પૂર્ણ : શિવાજી કિલ્લાનાં જીર્ણોદ્ધાર માટે 20 કરોડનું ફંડ ફાળવાયું

ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકાર કરશે કામ : સેક્યુલર શબ્દ પરના સવાલ પર ઉદ્ભવ ઠાકરે ભડક્યા

 

મુંબઈ : ઉદ્ધવ ઠાકરે સરકારની કેબિનેટની પ્રથમ બેઠક સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થઈ હતી. જ્યારે ઉદ્ધવ કેબિનેટની બેઠક પુરી થયા પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર સામાન્ય લોકો માટે કામ કરશે. જનતાનો આશીર્વાદ બની રહેવો જોઈએ

  તેમણે રાયગઢ માં શિવાજી કિલ્લોનાં જીણોદ્ધાર બનાવવાની જાહેરાત કરી હતી. શિવાજી કિલ્લા માટે 20 કરોડનું ફંડ બહાર પાડવામાં આવશે. સાથે સાથે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે બેઠકમાં પણ ખેડૂતો વિશે ચર્ચા કરવામાં આવી હતી

   મુખ્ય સચિવ પાસે ખેડૂતો વિશે માહિતી માંગવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 'સેક્યુલર' શબ્દ પર પણ સવાલો ઉભા થયા હતા, પરંતુ ઉદ્ધવ સવાલ પર ભડક્યા હતા. તેમની જગ્યાએ છગન ભુજબલે સેક્યુલર શબ્દ પર જવાબ આપ્યો હતો

(11:07 pm IST)