Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

રેલવેમાં 446 જગ્યા માટે ભરતી :10મું પાસ પણ કરી શકશે અરજી

રેલવે રિક્રૂમેંટ બોર્ડ (RRB)એ એપ્રેંટિસશિપની 446 જગ્યા માટે ઉમેદવારોને અરજી મંગાવી

નવી દિલ્હી :ભારતીય રેલવેમાં નોકરીની તક ઉભી થઇ છે રેલવેમાં 446 જગ્યા માટે અરજી મંગાવાઈ છે જેમાં ધોરણ 10 પાસ પણ અરજી કરી શકશે રેલવે રિક્રૂમેંટ બોર્ડ (RRB) એ નોટિફિકેશન જાહેર કરી એપ્રેંટિસશિપની 446 જગ્યા માટે ઉમેદવારોને અરજી મંગાવી છે. આ વેકેન્સી ભારતીય રેલવેના ઝાંસી ડિવિઝન માટે છે. આ 446 જગ્યામાંથી 120 જગ્યા ઓબીસી ઉમેદવારો, 69 સીટો એસસી અને 34 સીટો એસટી ઉમેદવારો માટે અનામત છે. ઇચ્છુક ઉમેદવાર 17 ડિસેમ્બર સુધી આ પદો માટે અરજી કરે છે.  

કુલ જગ્યા: 446

જગ્યાનું વિવરણ: એપ્રેંટિસ (ફિટર, વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, પેંટર વગેરે)

શૈક્ષણિક લાયકાત: કોઇપણ માન્ય બોર્ડમાંથી 50 ટકા માર્ક્સની સાથે 10મું પાસ કરનાર ઉમેદવાર અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોની પાસે સંબંધિત ટ્રેંડમાં આઇટીઆઇ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ટ્રેનિંગ માટે વધુમાં વધુ યોગ્યતા 12મું ધોરણ છે. 

આયુ સીમા: ઉમેદવારોની ઉંમર 15 વર્ષથી વધુ હોવી જોઇએ. પ્રોગ્રામ માટે વધુમાં વધુ ઉંમર 24 વર્ષ છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ: 17 ડિસેમ્બર, 2018

કેવી રીતે કરશો અરજી: ઉમેદવારો નીચે આપેલા એપ્રેંટિસશિ માટે લેખિત અરજી પત્ર મોકલો. 

અરજી મોકલવાનું સરનામું: ઓફિસ ઓફ ધ ડિવિઝન રેલવે, પર્સોનલ ડિપાર્ટડિપાર્ટમેંટ (આર એન્ડ ડી સેક્શન), નોર્થ સેંટ્રલ રેલવે, ઝાંસી, ઉત્તર પ્રદેશ 284003

વેબસાઇટ: ncr.indianrailways.gov.in

(11:31 pm IST)