Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસી ખરીદવી સસ્તી અને હેલ્થ ઇન્સ્પોરન્સ પોલીસી મોંઘી પડશે

મુંબઈઃ હવેના સમયમાં લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવી વધારે સસ્તી પડી શકે છે. જ્યારે વધારે ઉપયોગી એવી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી મોંઘી પડશે. ઈન્સ્યોરન્સ લેનારા લોકોની વય મર્યાદા વધવાના કારણે લાઈફ કવર સસ્તા થયા છે. પરંતુ વીમાદાતાને કોર્ટે આપેલા આદેશમાં અન્ય ખર્ચના બાકાત જણાવ્યું છે આથી હવે અન્ય કોઈ રીતે હેલ્થ ઈન્સ્યોરન્સના કવરની કિંમતો વધી શકે છે.

લાઈફ ઈન્સ્યોરન્સ કન્સલ્ટીંગ કંપની મિલિમાનના હેડ સંકેત કાવત્કારે જણાવ્યું, ઈક્વિરિઅઝ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા નવા મોર્ટાલિટી ચાર્ટમાં 10 ટકા વધારો થવાનો છે. ઈન્સ્યોરન્સ કંપનીની કિંમતો આ માર્ટોલિટી ચાર્ટ દ્વારા તૈયાર થાય છે, જે તેમને દરવર્ષે બાળપણથી વય મર્યાદાનો આંકડો આપે છે.

કાવત્કાર મુજબ, ઈન્સ્યોરન્સ કંપની આ નવા ચાર્ટને અનુસરવાનું પસંદ ન કરે. કારણ કે આ દેશમાં પહેલાથી જ તેની કિંમત ઓછી છે. ભારતની સરખામણીમાં ઓસ્ટ્રોલિયામાં ટર્મ ઈન્સ્યોરન્સ રેટ્સ સસ્તા છે. તેમણે ઉમેર્યું કે, ટર્મ ઈન્સ્યોરન્સને ઓછી કિંમતે આપવાનું કારણે વૈશ્વિક પુર્નવિક્રેતાનું તેમને સપોર્ટ કરવું છે.

ભારતમાં ઈન્સ્યોરન્સનું માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. ભારતમાં પ્રોટેક્શન ગેપ અંદાજિત 9 ટ્રિલિયન ડોલરનો છે. જે તેને વિશ્વમાં એક મોટું માર્કેટ બનાવે છે. લાઈફ ઈન્સ્યોરન્સના સેલ્સ અને પ્રોસેસ માટે ટેકનોલોજીના ઉપયોગના કારણે તેની કિંમતો ઘટી છે. સાથે જ લાઈફ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ ઓછા થયા છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ઝડપથી વધી રહેલું સેક્ટર છે, તેથી આ ઈન્ડસ્ટ્રીમાં આગામી સમયમાં કિંમતો વધી શકે છે.

(4:33 pm IST)