Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમે એશિયન અમેરિકન નથી એટલે અમને છુટા કરી દીધા :અમેરિકામાં TCS ઉપર ચાર અમેરિકન કર્મચારીઓએ કરેલો દાવો ફગાવી દેતી કેલિફોર્નિયા ફેડરલ જ્યુરી : કંપનીએ અમેરિકન કર્મચારીઓને કોઈ અન્યાય કર્યો નથી

કેલિફોર્નિયા : અમેરિકામાં ભારતની ગ્લોબલ  કંપની TCS ઉપર ચાર અમેરિકન કર્મચારીઓએ દાવો કર્યો હતો.જેમાં જણાવાયા મુજબ તેઓ એશિયન અમેરિકન ન હોવાથી તેમને છુટા કરી દેવાયા છે.જયારે કંપનીના એટર્નીએ કરેલી દલીલ મુજબ આ કર્મચારીઓની યુ.એસ.માં જ  અન્ય જગ્યાએ વધુ જરૂર હોવાથી બદલી કરાઈ હતી જેનો તેમણે અસ્વીકાર કરતા છુટા કરાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:25 pm IST)