Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાંસદો, ધારાસભ્યોના બાળકોને અનામતમાંથી બાકાત રાખવાની ભલામણ

અન્ય પછાત વર્ગ સામાજિક ન્યાય સમિતિએ તેમના રીપોર્ટમાં ૩૦ જેટલી જોગવાઇને લાગુ કરવાનું કહ્યું છે

લખનૌ તા. ૨૯ : અન્ય પછાત વર્ગ સામાજિક ન્યાય સમિતિએ તેમના રિપોર્ટમાં ૩૦ ભલામણો કરવામાં આવી છે.કહ્યું છે કે ક્રિમીલિયરથી આચ્છાદિત અન્ય પછાત વર્ગના લોકોએ અનામત અનુમતિપાત્ર નથી.દરેકને બરાબરીનો અવસર આપવા માટે સંવૈધાનિક પદો પર તૈનાત અથવા તૈનાત રહી ચૂકેલા અનુસૂચિત જાતિ,જનજાતિ અને અન્ય પછાત વર્ગના વ્યકિતઓના પુત્ર પુત્રીઓને સમિતિએ ક્રિમીલિયરમાં રાખવાની ભલામણ કરી છે.

અનુસૂચિત જાતિઓ,અનુસૂચિત જનજાતિઓ તથા અન્ય પછાત વર્ગો માટે અનામત અધિનિયમ ૧૯૯૪ની અનુસૂચિ-બે માં ક્રિમીલિયરની વ્યવસ્થા છે.સૂત્રોના જણાવ્યા મુજબ,સમિતિએ ના ભલામણને લાગુ કરવા માટે અનામત અધિનિયમ ૧૯૯૪ના સંગત જોગવાઈઓ અને અનુસૂચિમાં સંશોધનનું મંતવ્ય આપ્યો છે.એ પણ ભલામણ કરવામાં કરવામાં આવી છે કે અનામત વ્યવસ્થાના પ્રત્યેક પાંચ વર્ષમાં મૂલ્યાંકન પરીક્ષણ કરવામાં આવે.સમિતિની આ ભલામણને સરકાર માને છે તો રાષ્ટ્રપતિથી માંડીને સાંસદ,વિધાયક સુધીના પુત્ર પુત્રીઓ તેની હદમાં હશે. તે ઉપરાંત યુપીએસી,નિર્વાચન પાંચ વગેરેના ચેરમેન તેમજ આયુકત પણ સંવૈધાનિક પદ પર છે. ઉલ્લેખનીય છે કે આઈએએસ,આઇપીએસ,અને આર્થીક રૂપે અમીર વર્ગને ક્રીમીલેયર માનવામાં આવે છે.

ઙ્ગઙ્ગ સૂત્રોના જણાવ્યા મુજબ સમિતિએ તેમના રિપોર્ટને તૈયાર કરવામાં અંમત વ્યવસ્થા સામેલ દરેક વર્ગોને સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે સ્થિતિઓનું અધ્યયન કરવામાં આવ્યું છે. સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અન્ય પછાત વર્ગમાં સામેલ આહીર, કુર્મી, લોધ, કાછી, ગુર્જર, જાટ, મુરાવ અને તેલી જેવા વર્ગો રાજનૈતિક રૂપે સબળ છે. આ વર્ગોને લોકોએ રાજયની બે સરકારોમાં સુધી વધુ પ્રતિનિધિત્વ કર્યું છે. આ તે વર્ગો છે જેને તેમનો વર્ગ બનાવામાં કોઈ સમસ્યા નથી.આ વર્ગો પેશેવર કારોબારી છે. મહત્વની વાત એ છે કે તેનો વ્યવસાય આજે પણ પ્રાસંગીક છે.તેના વ્યવસાયને સમાજમાં સમ્માનની નજરે જોવામાં આવે છે.

ઙ્ગ આ વર્ગોના લોકો છેલ્લા બે દાયકામાં આર્થિક રૂપે ખુબજ મજબૂત બન્યા છે.સમાજમાં અમીર વર્ગના રૂપે તેની ઓળખ બની ગઈ છે.તેના આધાર પર સમિતિએ આ વર્ગોને પછાત વર્ગ માનવામાં આવે છે.અને તેને અન્ય પછાત વર્ગના ૨૭ ટકા અનામતમાં સાત ટકા આપવાની ભલામણ કરી છે.બીજી શ્રેણી અન્ય પછાત વર્ગમાં સામેલ જાતિઓને ૧૧ અને ત્રીજી શ્રેણી અત્યંત પછાત વર્ગમાં સામેલ જાતિઓને ૯ ટકા અનામત આપવાની ભલામણ કરી છે.(૨૧.૧૪)

(11:33 am IST)