Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પૃથ્વીની દેખરેખ રાખતો ઉપગ્રહ લોન્ચ કરશે ભારત

અન્ય 8 દેશના 30 નાના ઉપગ્રહ એક સાથે પ્રક્ષેપિત કરશે

 

ચેન્નઈઃ ભારત આજે પૃથ્વી પર દેખરેખ રાખતો પોતાનો એક ઉપગ્રહ અને 8 દેશના 30 નાના ઉપગ્રહ એકસાથે લોન્ચ કરશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) અનુસાર, ધ્રવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન PSLV-CAની મદદથી આ ઉપગ્રહ લોન્ચ કરાશે. 

ઈસરોએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ભારતના પૃથ્વીને દેખરેખ રાખતા ઉપગ્રહ 'હેપર સ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઈટ'નું વજન 380 કિગ્રામ છે. આ સાથે 8 દેશના અન્ય 30 ઉપગ્રહનું કુલ વજન 261.5 કિગ્રામ છે. આ તમામને એકસાથે PSLV-CAની મદદથી પૃથ્વીની બહાર અંતરિક્ષમાં ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. 

રોકેડના ઉડાન ભર્યા બાદ આ મિશન પુરું થતાં માત્ર 113 મિનિટનો સમય લાગશે. ચાર તબકકા ધરાવતું રોકેડ ઉડ્ડયનની 16 મિનિટ બાદ પોતાનો ચોથો તબક્કો બંધ કરી લેશે અને 17 મિનિટ બાદ 5 વર્ષનો જીવનકાળ ધરાવતો 'હેપર સ્પેક્ટ્રકલ ઈમેજિંગ સેટેલાઈટ' તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દેશે. 

ભારત ઉપરાંત આ રોકેડ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, મલેશિયા, નેધરલેન્ડ અને સ્પેન એમ કુલ 8 દેશના જુદા-જુદા વજનના નાના ઉપગ્રહ પણ અવકાશમાં સ્થાપિત કરશે.

(12:00 am IST)