Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમેરિકામાં મહાત્મા ગાંધીના 150 માં વર્ષની જન્મજયંતીની ઉજવણી શરૂ : એક વર્ષ સુધી થનારી ઉજવણીની શરૂઆત અમેરિકન સાંસદો તેમજ ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ દ્વારા ભારતીય દૂતાવાસના નેજા હેઠળ કરાઈ : ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી તેમના અહિંસા તથા સત્યના સિદ્ધાંતોની પ્રશંષા કરી

વોશિંગટન : અમેરિકામાં મહાત્મા ગાંધીના 150 માં  વર્ષની જન્મજયંતીની ઉજવણી શરૂ કરી દેવાઈ છે.ભારતીય દૂતાવાસના નેજા હેઠળ શરૂ કરાયેલી ઉજવણીમાં અમેરિકન સાંસદો,ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ સહિતના લોકો જોડાયા હતા.તકે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા કૃષ્ણમૂર્તિએ ગાંધીજીના અહિંસા તથા સત્યના સિદ્ધાંતો વિષયક કેપિટલ હિલ ખાતે પ્રવચન આપ્યું હતું

(6:58 pm IST)