Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઈન્ડો અમેરીકન સીનીયર હેરીટેજ (IASH) ના વાર્ષિક દીન નિમિત્તે ઊજવાઈ સંગીત સભર સુહાની સંધ્યા

કેલિફોર્નિયા :  અમેરીકા-કેલિફોર્નિયા સ્થિત ઈન્ડો અમેરીકન સીનીયર હેરીટેજ ના ઉપક્રમે સભ્યોના મનોરંજન માટે  સંગીત સંધ્યા યોજાઈ ગઈ.  પાયોનિયર ના સનાતન ધર્મ ટેમ્પલ ખાતે ઉપરોક્ત સંસ્થાના હોદ્દેદારોની પ્રેરણાથી લગભગ ૩૦૦ જેટલા સભ્યોની ઉપસ્થિતિમાં અપ્રિતમ એવી  સંગીત સંધ્યામાં ભાગ લેવો એ સંભારણું બની રહ્યું. સમગ્ર બેન્ડના સભ્યો દીપકભાઈ - તબલાં, રુષિ ભટ્ટ-પેન્ડોનીયમ,અનિષ ચંદાની- બાંસુરી અને કી બોર્ડ. તથા ગાયક સુરેશ ભટ્ટ અને મૌસમી શાહે અદ્દભૂત પરફોમન્સ દ્વારા સમગ્ર રસિક જનોના દીલ મોહી લીધા હતાં. કલારસિક જનતા સમક્ષ તેઓએ તેમની શ્રેષ્ઠ ગાયકીને પ્રસ્તુત કરીને અભિવાદન મેળવ્યું હતું.

ફિલ્મી  ગીતો સિવાય, કલાકારોની  વાધ્ય સંગત (જુગલ બંધી ) ખૂબજ ઉચ્ચ કક્ષાની હતી.. જેણે તમામના દીલ મોહી લીધા હતા. તેમજ અનિષ ચંદાની એ '' હારમોનિકા'' ઉપર વિવિધ રાગ વગાડયા હતા.જ્યારે મૌસમીએ તે રાગ આધારીત ફિલ્મી ગીતોની ધૂન છેડી હતી. જુના-નવા સદાબહાર ગીતોની સાથે અનિલ ચંદાનીએ પડોસન ફિલ્મનું '' એક ચતુરનાર  કિશોરકુમાર અને મન્નાડે નો વોઇસ એને એક્લાએ સુંદર રીતે રજુ કરેલ. અંતે ગ્રુપ સોંગ સાથે કાર્યક્રમ સમાપન થયો હતો.. આવો ખૂબ સુંદર કાર્યક્રમ આપવા બદલ કલાકારો અને સંસ્થાને ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા  તેવું                માહિતી:-હષદરાય શાહ અને તસ્વિર:- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

 

(12:54 pm IST)