Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કેનેડામાં અભ્યાસ કરતા ભારતના 21 વર્ષીય યુવાન વિશાલ શર્માનું ભેદી સંજોગોમાં મોત : ઘર નજીક આવેલા ઝાડ ઉપર ટિંગાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો : હત્યા કે આત્મહત્યા?: પોલીસ તપાસ ચાલુ

ટોરોન્ટો : કેનેડાના ટોરોન્ટોમાં ઇન્ડિયન સ્ટુડન્ટ 21 વર્ષીય વિશાલ શર્માનો મૃતદેહ તેના નિવાસસ્થાન નજીકના ઝાડ ઉપર લટકાયેલો મળી આવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલો આ યુવાન  ભારતના પંજાબનો વતની હતો.જેનો મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.આ યુવાનને આત્મહત્યા કરવાનું કોઈ કારણ નહોતું તેવું તેના પિતાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું તે ખુશ હતો તથા હજુ ગયા અઠવાડીએ જ તેને પરિવાર સાથે વાતો કરી હતી.તેમજ થોડો સમય પહેલા સબંધીને ત્યાં લગ્નપ્રસંગે હાજરી આપવા માટે પણ વતનમાં આવ્યો હતો.

ટોરોન્ટોમાં તે તેના વતનના જ યુવાન સાથે રૂમમાં રહેતો હતો.તેની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે પોલીસ તપાસ ચાલુ છે.

(11:28 am IST)