Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઊધરસ અને છીંક ખાવાથી કોરોના વાયરસ ફેલાતો નથી

કોરોનાના સંક્રમણને લઈને મહત્વપૂર્ણ ખુલાસો : જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લૂઈડના અભ્યાસમાં ચેપગ્રસ્ત વ્યક્તિના વાત કરવાથી સંક્રમણની શક્યતા ખુબ જ ઓછી

નવી દિલ્હી, તા. ૨૯ : કોરોના વાયરસના ફેલાવાને  લઈને એક અતિ મહત્વનો ખુલાસો થયો છે. અભ્યાસમાં જાણવા મળ્યાં પ્રમાણે ઊધરસ ખાઈએ અથવા છીંકી ખાવાથી કોરોના વાયરસ નથી ફેલાતો. હવાના સંપર્કમાં આવનારા એરોસોલ માઈક્રોડ્રોપ્લેટ્સ  કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવા માટે ખાસ જવાબદાર હોતા નથી.

જર્નલ 'ફિઝિક્સ ઓફ ફ્લૂઈડ'માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ બંધ જ્ગ્યાઓમાંમાં સાર્સ-સીઓવી-૨નો એરોસોલ પ્રસાર ખાસ સરકારક સાબિત થતો નથી

સંશોધનકર્તાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એવા સ્થળે જાય છે કે જ્યાં થોડીવાર પહેલા કોઈ એવી વ્યક્તિ હાજર હતી જેને કોરોના વાયરસના હળવા લક્ષણો હતા તો તે વ્યક્તિ સંક્રમણની ઝપેટમાં આવે તેની આશંકા ખુબ ઓછી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ માત્ર વાત કરી રહ્યો હોય તેનાથી પણ કોરોનાનું સંક્રમણ ફેલાતો હોવાની શક્યતા ઓછી હોય છે.

અભ્યાસમાં ટાંકવામાં આવ્યું છે કે "સાર્સ-સીઓવી-૨ના ફેલાવાને લઈને અમારા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એરોસોલ ફેલાવો શક્ય છે, પરંતુ તે વધુ અસરકારક નથી. ખાસ કરીને લક્ષણો વગરના કે ઓછા લક્ષણોવાળા સંક્રમણના કેસમાં.

કોરોના વાયરસ રસીને લઈને લંડનથી એક સારા સમાચાર છે. અહીં એક મોટી હોસ્પિટલને કોરોના રસી રિસિવ કરવાની તૈયારી માટે કહી દેવામાં આવ્યું છે. જો કે બધા વચ્ચે યુકે વેક્સિન ટાસ્ક ફોર્સની અધ્યક્ષ કેટ બિંઘમે રસી અંગે ચિંતા વ્યક્ત કરી છે.

(8:51 pm IST)