Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

૩૧મીએ આકાશમાં હંટર્સ બ્લૂ મૂનનો દુર્લભ નજારો દેખાશે

આ વખતે બે દિવસ પૂર્ણિમા તિથિ : રાત્રે ૮.૨૦ મિનિટે તેમજ ઇસ્ટર્ન સમય મુજબ સવારે ૧૦ વાગ્યે અને ૫૧ મિનિટે ચંદ્રની ચમક સૌથી વધુ હશે

અમદાવાદ,તા.૨૯ : વખતે બે દિવસ પૂર્ણિમા તિથિ છે. તેમાં પણ ૩૧મી ઓક્ટોબરનો દિવસ ખગોળકીય ઘટના માટે ખૂબ મહત્વનો છે. દિવસે પાશ્ચાત્ય દેશોમાં હેલોવીનનો તહેવાર ઉજવાય છે. પરંતુ વખતે આકાશમાં હંટર્સ મૂનની ઘટના એક ફીનોમિનન છે જે ભાગ્યે બને છે. સામાન્ય રીતે મહિનામાં એક વખત પૂર્ણિમા અને એક વખત અમાસ હોય છે, પણ બે પૂનમ હોવી બહુ દુર્લભ હોય છે. ત્યારે એક મહિનામાં બે વખત પૂનમ હોય તેમાં બીજા પૂર્ણ ચંદ્રને બ્લૂ મૂન કહેવામાં આવે છે. ઑક્ટોબરનો બીજો પૂર્ણિમાનો ચંદ્ર અથવા બ્લૂ મૂન હૈલોવીનની રાત્રે એટલે કે ૩૧ ઑક્ટોબરે દેખાશે. ભારતીય સમય મુજબ રાત્રે વાગ્યે ને ૨૦ મિનિટે તેમજ ઇસ્ટર્ન સમય મુજબ સવારે ૧૦ વાગ્યે અને ૫૧ મિનિટે ચંદ્રની ચમક સૌથી વધું હશે. હંટર્સ મૂન શબ્દનો ઉપયોગ પારંપરિક રૂપથી ઑક્ટોબર મહિનાની પૂર્ણિમાના ચંદ્ર માટે કરવામાં આવે છે. હાર્વેસ્ટ મૂન પછીની પૂર્ણિમાના ચંદ્ર માટે ઉપયોગ કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનાની શરુઆત હાર્વેસ્ટ મૂનથી થઇ છે, એટલે કે મહિનાની આવનારી બીજી પૂનમ હંટર મૂન છે.

બ્લૂ મૂનનો ચંદ્રના રંગ કે દેખાવ સાથે કોઇ સંબંધ નથી. એક મહિનામાં બીજી પૂનમના ચાંદને બ્લૂ મૂન કહેવાય છે. ચંદ્ર સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની જેમ હોય છે. જો કે વખતે ચંદ્ર એટલો નજીક નહિ હોય જેટલો પૂર્ણિમાનો ચંદ્ર દેખાય, સમયે પૃથ્વીથી ઘણો દૂર હશે. હૈલોવીન દરવર્ષે ઑક્ટોબર મહિનાના છેલાલા દિવસે એટલે કે ૩૧મી ઑક્ટોબરે મનાવવામાં આવે છે. આને મનાવવા માટે કેટલીય પંરપરા એને રીતિ-રિવાજ છે.ગૈલિક પરંપરાને માનવાવાળા લોકો દિવસને તહેવારની જેમ ઉજવે છે. પાકની સીઝનનો છેલ્લો દિવસ હોય છે, દિવસથી ઠંડીની શરુઆત થાય છે. સાથે લોકોની માન્યતા છે કે દિવસે મરેલા લોકોની આત્મા ઉઠે છે અને ધરતી પર હાજર જીવિત આત્માઓને હેરાન કરે છે. એવામાં આત્માઓના ડરને ભગાડવા માટે ભૂત-પ્રેત જેવા કપડાં પહેરવામાં આવે છે અને કેમ્ફફાયર કરવામાં આવે છે.

(7:47 pm IST)