Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બિહારના મુંગેરમાં ફરી હિંસા ભડકી: એસપી અને ડીએમને હટાવવા ચૂંટણી પંચનો આદેશ

એસડીઓ અને પોલીસ ઓફિસર લિપિ સિંહના કાર્યલયમાં તોડફોડ

બિહારના મુંગેરમાં ફરી હિંસા ભડકી છે. અજાણ્યા શખ્સોએ એસડીઓ અને પોલીસ ઓફિસર લિપિ સિંહના કાર્યલયમાં તોડફોડ કરી હતી નારાજ લોકોએ કેટલીક ગાડીઓને આગ ચાંપી દીધી હતી  26 ઓક્ટોબરે દશહરાના દિવસે એક યુવકનું મોત થતા ત્યારથી લોકો ખૂબ જ આક્રોશમાં છે. આજે લોકો આ ઘટના વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા અને પછી ટોળું ઉગ્ર થઇ ગયું. ટોળું મુંગેરના એસપી લિપિ સિંહ અને એસડીઓ પર કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. હવે માહિતી મળી રહી છે કે ચૂંટણી પંચે અહીંના એસપી અને ડીએમને હટાવવાના આદેશ પણ આપ્યા છે

  આ ઘટના પછી પોલીસે ત્યાં ફ્લેગ માર્ચ કાઢ્યું. આ મામલે બિહારના એડીજી જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે,મુંગેર ઘટનાની તપાસ થઇ રહી છે.

  બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું  કે  મુંગેર હિંસા નિંદનીય છે. તેના માટે જવાબદાર કોણ? આઠ લોકોને ગોળી મારવાનો જવાબદાર કોણ? માં દુર્ગાના ભક્તોને પશુઓની જેમ મારવા માટે જવાબદાર કોણ? સ્પષ્ટ છે કે, નિર્દયી કુમાર અને નિર્મમ મોદી!.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા મુંગેરમાં સોમવારે સાંજે હિંસા ભડકી હતી. માં દુર્ગાની પ્રતિમા વિસર્જન દરમિયાન પત્થરમારો અને ફાયરિંગની ઘટના બની હતી. હકીકતમાં પૂજા સમિતિઓએ 26 ઓક્ટોબરની સાંજ સુધી વિસર્જન કરવા માટે જણાવ્યું હતુ પરંતુ મંગળવારે શ્માય પંડિત દીન દયાલ ઉપાધ્યાય ચોક પર ઘણી મૂર્તિઓ ભેગી થઇ ગઇ હતી.

પોલીસે તેને લઇને ઝડપથી વિસર્જન કરવા માટે જણાવ્યું, જેના પર લોકો સાથે ચર્ચા શરૂ થઇ ગઈ. જોત જોતામાં પત્થરમારો અને ફાયરિંગ પણ થઇ ગઈ, જેમાં એક વ્યક્તિનું મોત થઇ ગયું. જ્યારે 27 લોકોને ઇજા થઇ હતી.

(6:44 pm IST)