Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મોબાઇલ ફોનના વધતા ઉપયોગની સાથે લોકોને તેના રિચાર્જની પણ ચિંતા સતાવે છેઃ સાયબર ક્રાઇમના કિસ્‍સામાં જો વધુ સચેત ન થઇએ તો બેંક એકાઉન્‍ટ પણ સાફ થઇ જાય

નવી દિલ્હીઃ જાહેરસ્થળોએ મોબાઇલ ફોન રિચાર્જ કરતા પહેલાં ચેતવું જરુરી છે. કારણે કે સાઇબર એ્કસપર્ટનું કહેવું છે કે આવા કિસ્સામાં હેકર્સ  તમારા ડેટાની ચોરી કરી બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. મોબાઇલ ફોનના વધતા ઉપયોગની સાથે લોકોને તેના રિચાર્જની ચિંતા સતાવે છે.

પરિણામે યુઝર્સ ગમે ત્યાં ફોન રિચાર્જ કરી લેતા હોય છે. પરંતુ તે જોખમી છે. વાસ્તવમાં આવા ચાર્જિંગ પાઇન્ટ પર હેકર્સની નજર હોય છે. જે ફોનના ડેટા ચોરી લે છે. જેની ફોનધારકને જાણ પણ થતી નથી.

એક યુઝર્સના કડવા અનુભવ પરથી શીખ

તાજેતરમાં દિલ્હીના એક એરપોર્ટ પર નમા જાહેર નહી કરવાની શરતે એક યુઝર્સે જણાવ્યું કે તે USB પોર્ટના ઉપયોગ બાદ છેતરપિંડીનો શિકાર થયો છે. વાસ્તવમાં તેણે એક એરપોર્ટ પર બેટરી જતી રહેતા રિચાર્જ માટે મૂક્યો હતો.

થોડા સમય બાદ તેને મેસેજ મળ્યો કે તેની બેન્કમાંથી એક લાખ રુપિયા ડેબિટ કરી દેવાયા છે. જે ખરેખર બિનસત્તાવાર રીતે કોઇએ ઉપાડી લીધા હતા.

સાયબર તપાસમાં જાણવા મળ્યું કે એરપોર્ટ પરના ચાર્જિંગ પોઇન્ટ તપાસ હેઠળ નહતા કે તેનું ક્યારેય ચેકિંગ પણ થયું નહતું. જેનો લાભ લઇ હેકર્સે USB પોર્ટમાં ચેડાં કરી એક્સ્ટ્રા ચિપ મૂકી દીધી હતી. આ ચિપની મદદથી ગઠિયાઓએ તે યુઝર્સના સ્માર્ટફોનની તમામ માહિતી મેળવી લીધી હતી.

જેના સહારે હેકર્સ બેન્ક દ્વારા મોકલાયેલ OTP (વન ટાઇમ પાસવર્ડ) પણ પોતાના ફોનમાં મેળવી શકે છે.

SISAના સ્થાપક CEO દર્શન શાંતામૂર્તિની ચેતવણી

આ અંગે ફોરેન્સિક સાયબર સિક્યોરિટી સેવા આપતી એજન્સી SISAના સ્થાપક અને CEO Darshan Shantamurthyના જણાવ્યા મુજબ છે કેચાર્જંગ પોઇન્ટ પર ફોન ચાર્જ કરાતા હેકર્સ USBની મદદથી ફોનમાં માલવેર (વાઇરસ) ઇન્સ્ટોલ કરી દે છે. જેના થકી ફોનમાં રહેલી બેન્ક એપ્સનું લોગ ઇન, ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, જીમેલ સહિત યુપીઆઇના પાસવર્ડ એને ડેટા ચોરી લે છે. આ યુએસબી ફોનના બધા ડેડાની કોપી કરી લે છે. ત્યાર બાદ હેકર્સ બેન્ક એકાઉન્ટને સાફ કરી નાંખે છે.

હેકર્સ કુકિઝ દ્વારા ડેટા કોપી કરે છે અને તેના માટે પોતાની મરજી મુજબ એટલે કે કેટલા સમયનો ડેટા ચોરી કરવાના છે, તે પ્રમાણેનું માલવેર ઇન્સ્ટોલ કરે છે.

શાંતિમૂર્તિએ વધુંમાં જણાવ્યું કે જો તમે જાહેર સ્થળોએ નાણાકીય ટ્રાન્ઝેક્શન માટેના સ્માર્ટફોન વારંવાર રિચાર્જ કરતા હોવ અને સેન્સિટિવ ડેટા રાખો છો, તો હવેથી યુએસબી પોર્ટમાં રિચાર્જ કરતા પહેલા અનેક વખત વિચારજો.

Phone rechargeથી કઇ રીતે બચી શકાય?

- જેખમથી બચવા માટે જાહેર સ્થળોએ સ્માર્ટફોન રિચાર્જ કરવાનું ટાળો

- હંમેશા પાવર બેન્ક પોતાની પાસે રાખો. અથવા પોતાનો ડેટા કેબલ વાપરો.

- રિચાર્જ કરવાની ઇમરજન્સી જ હોય તો સ્માર્ટફોન સ્વીચ ઓફ કરી દો.

- બંધ ફોન USB પોર્ટમાં પ્લગ ઇન કરવાથી તેના ડેટા ટ્રાન્સફર થતાં નથી.

- તમે સ્માર્ટફોનમાં માલવેર સામે રક્ષણ મેળવવા એન્ટીવાઇરસ મૂકાવી શકો.

- જો તમારા એકાઉન્ટમાંથી બિનસત્તાવાર ડેબિટ થાય તો તરત તમારી બેન્કનો સંપર્ક કરો.

(4:58 pm IST)