Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

આરોગ્ય સેતુ એપને RTI હેઠળ મળી નોટિસ

આયોગ પાસે એપની જ માહિતી નથી!: નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન, ઇલેકટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય NIC સહિત મુખ્ય જાહેર માહિતી અધિકારીઓને મોકલાઇ કારણદર્શક નોટિસ

 નવી દિલ્હી : કેન્દ્રીય માહિતી આયોગે મંગળવારે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર  પાસેથી જવાબ માગ્યો હતો કે જયારે આરોગ્ય સેતુ એપને તેની વેબસાઇટ પર નામ આપવામાં આવ્યું છે, તો તેઓ પાસે એપ્લિકેશન વિશે વિગતો શા માટે નથી? આયોગે નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન, ઇલેકટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને એનઆઈસી સહિત અનેક મુખ્ય જાહેર માહિતી અધિકારીઓને કારણદર્શક નોટિસ મોકલી છે.

તેમને નોટિસમાં કડક શબ્દોમાં પૂછવામાં આવ્યુ છે કે કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલી આ સંપર્ક ટ્રેસિંગ એપ્લિકેશન કોણે બનાવી એ વિશેની આરટીઆઈ RTI અરજીનો સ્પષ્ટ જવાબ કેમ નથી આપ્યો. હકીકતમાં, કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશનને કોરોના વાયરસ વચ્ચેના સંપર્કને શોધવા માટે પ્રમોટ કરવામાં આવી છે. હવે આરોગ્ય સેતુ એપ્લિકેશન વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટર અને આઈટી મંત્રાલયે ડેવલપ કરી છે, પરંતુ એપ્લિકેશનને લગતા એક આરટીઆઈ RTI માં બંનેએ કહ્યું છે કે એપ્લિકેશન કોને વિકસાવી તે અંગે તેમની પાસે માહિતી નથી. સરકારે પછી વિગતવાર ખુલાસો કર્યો કે આ એપ પબ્લિક-પ્રાઇવેટ સહયોગ સાધીને રેકોર્ડ સમયમાં બનાવાઇ છે. એપ સાથે સંકળાયેલાનાં નામ જાહેર જ છે.

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં જાહેર-ખાનગી સહયોગથી આ એપ્લિકેશન સૌથી પારદર્શક રીતે વિકસિત કરવામાં આવી હતી. સરકારે બુધવારે એક અહેવાલ બાદ એક વિગતવાર સ્પષ્ટતામાં કહ્યું છે કે મંત્રાલયોએ એપ્લિકેશન કોણે બનાવી છે તેના વિશે કોઈ જાણકારી નકારી કાઢી હતી. એપ્લિકેશન સાથે સંકળાયેલા લોકોનાં નામ પહેલાથી જ એપ્લિકેશનની વેબસાઇટ પર પબ્લિક ડોમેઇનમાં હતા. 

(3:31 pm IST)