Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મુકેશ અંબાણી, જેફ બેજોસ સહિત વિશ્વના ટોપ ૧૦ અમીરોને એક જ દિવસમાં ૩૪ અરબ ડોલરનો ફટકો

ન્યુયોર્ક, તા.૨૯: વિશ્વભરના શેર બજારોમાં ભારે ઉથલપાથલને કારણે ટોચના ૧૦ ધનકુબેરોની તિજોરીઓને અસર થઈ છે. આના કારણે તેઓને એક દિવસમાં ૩૪ અબજ ડોલર (આશરે ૨૫.૧૬ ટ્રિલિયન રૂપિયા) ફટકો પડ્યો છે. જયારે ફોર્બ્સ રીઅલ ટાઇમ અબજોપતિની યાદીમાં વિશ્વના બીજા નંબરના અમીર બિલ ગેટ્સ એક સ્થાન દ્યટીને બીજા સ્થાને આવી ગયા છે. તેમની જગ્યાએ બર્નાર્ડ આર્નોટ એન્ડ ફેમિલી લેવામાં આવ્યા છે. બિલગેટ્સ હવે ત્રીજા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન, ભારતના સૌથી મોટા શ્રીમંત મુકેશ અંબાણીની સંપત્તિમાં લગભગ એક અબજ ડોલરનો દ્યટાડો થયો છે. બુધવારે, યુએસ શેરબજાર ૩.૫ ટકાથી વધુ દ્યટ્યું અને રેડ ઝોનમાં બંધ થયું. ડાઉ જોન્સ ૯૪૩ અંક ગુમાવ્યા અને ૨૬૫૧૯ ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી બાજુ, નાસ્ડેકમાં ૪૨૬ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. એસ એન્ડ પીમાં પણ ૧૧૯ પોઇન્ટનો ઘટાડો થયો. ફેસબુકના શેરમાં સાડા પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો છે.

(3:29 pm IST)