Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

શહેરમાં બપોર સુધીમાં વધુ ૧૮ રિપોર્ટ પોઝિટિવ

કુલ કેસ ૮૪૪૬ થયા : ગઇકાલે ૭૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ૭૭૩૨ કુલ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૧.૭૪ ટકા થયો

હેવલોક ટાવર - નાન મવા રોડ, ૩/૧૭ પ્રહલાદ પ્લોટ, હરીધવા સોસાયટી, નેમિનાથ સોસાયટી - ગાંધીગ્રામ, સદ્દગુરૂ એપાર્ટમેન્ટ - આર્યનગર, ૨/૭ વાણીયા વાડી કોર્નર, કોઠારીયા સોલવંટ સહિતના નવા ૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર

રાજકોટ તા.૨૨: શહેરમાં છેલ્લા સપ્તાહથી  કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં માત્ર ૧૮ પોઝીટીવ કેસ આવ્યા છે.  જયારે એપ્રિલથી આજ દિન સુધીમાં કુલ આઠ ંહજારથી વધુ દર્દીઓ કોરોનાની ઝપટે ચડયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૪૪૬  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૭૭૩૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૧.૭૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૫૧૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૭૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૫૦ ટકા થયો  હતો. જયારે ૭૪  દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  સાત  મહિનામાં એટલે કે એપ્રિલ થી આજ દિન સુધીમાં ૩,૩૬,૬૬૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૪૪૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૫૦  ટકા થયો છે.

નવા સાત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે હેવલોક ટાવર - નાન મવા રોડ, ૩/૧૭ પ્રહલાદ પ્લોટ, હરીધવા સોસાયટી, નેમિનાથ સોસાયટી - ગાંધીગ્રામ, સદ્દગુરૂ એપાર્ટમેન્ટ - આર્યનગર, ૨/૭ વાણીયા વાડી કોર્નર, કોઠારીયા સોલવંટ સહિતના નવા ૭ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

૪૦ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૨૮ લોકોને તાવ-શરદી-ઉધરસના લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૪૦,૧૫૮  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૨૮  વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે  રેલનગર, બજરંગવાડી, મચ્છુનગર, સોનાથ, ગીતાનગર, મનહર નગર, આકાશદીપ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૭૨૬  લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:27 pm IST)