Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કેશુભાઈ છ વખત ધારાસભ્ય, બે વખત સાંસદ પણ રહી ચુકેલા

પત્નીનું નામ લીલાબેન, પાંચ પુત્ર અને એક પુત્રી

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા સ્વ.કેશુભાઈ પટેલનું આજે દુઃખદ નિધન થયું છે.

કેશુભાઈનો જન્મ તા.૨૪-૭-૧૯૨૮ના રોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર ગામે થયો હતો.  તેઓના પત્નીનું નામ લીલાબેન, પાંચ પુત્ર અને એક પુત્રી  છે. તેઓ છ વખત ધારાસભ્ય રહી ચુકયા છે. તેઓ ૧૯૪૫માં આર.એસ.એસ.ના પ્રચારક તરીકે જોડાયા હતા. ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી સાંસદ પણ રહી ચુકયા છે. સદ્દગત કેશુભાઈ તા.૪-૩- ૧૯૯૦થી તા.૨૫- ૧૦- ૧૯૯૦, તા.૧૪-૩-૧૯૯૫ થી તા.૬-૧૧- ૨૦૦૧ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. જયારે તા.૧૦- ૪- ૨૦૦૨ થી તા.૯-૪- ૨૦૦૮ સુધી રાજયસભાના સાંસદ તરીકે રહ્યા હતા.

(3:25 pm IST)