Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભાજપના ભિષ્મ પિતામહ 'કેશુબાપા': રાજકીય સફર પર એક નજર

ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં કેશુભાઇ પટેલનો મહત્વનો ફાળો છે. ગુજરાતના રાજકારણમાં તેમની પાયાની સમજ તેમની મૂડી હતીઃ આ જીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે

નવી દિલ્હી, તા.૨૯: કેશુબાપા નામે ગુજરાતના રાજકારણ અને જનમાનસમાં પોતાની આગવી છબી ઊભી કરનાર ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા કેશુભાઇ પટેલનું કોરોના  સંક્રમણ અને તે પછી લથડતી તબિયત કારણે નિધન થયું છે. ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા તેવા કેશુભાઇએ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતના રાજકારણમાં કેશુભાઇ પટેલનું મોટું નામ છે. કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે. પણ હદય રોગના હુમલાના કારણે ગુજરાતના આ દિગ્ગજ નેતાનું આજે નિધન થતા રાજકારણમાં આવનારા સમયમાં તેમની મોટી ખોટ વર્તાશે.

 સુધરાઇ સભ્યપદથી લઇને ધારાસભ્યની ૬ ટર્મ, બે વખત મંત્રી અને બે વખત મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર અને લોકસભા તથા રાજયસભામાં પણ એક એક વખત ચૂંટાઇ આવનાર કેશુભાઇ પટેલે લાંબી રાજકીય સફર પાર કરી છે. વિસાવદરમાં ૨૪ જુલાઇ ૧૯૨૮માં જન્મેલા કેશુભાઇ પહેલા RSSમાં જોડાયા અને કટોકટીના વખતે તે જેલ પણ ગયા હતા.

 જનસંઘથી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરનાર કેશુભાઇએ ૨૦૦૧માં જે ગાદી છોડી તેના પર જ બેસીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેવું કહેવું ખોટું ન કહી શકાય કે કેશુબાપાની હાર અને મોદીની જીત એકબીજાના પૂરક બન્યા હતા...

 ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં કેશુભાઇ પટેલનો મહત્વનો ફાળો છે. ગુજરાતના રાજકારણમાં તેમની પાયાની સમજ તેમની મૂડી હતી. ૧૪ માર્ચ ૧૯૯૫માં તે પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પણ પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના કારણે ૨૦ ઓકટોબર ૧૯૯૫ તેમને સુરેશ મહેતા માટે ગાદી ખાલી કરી. તે પછી ૧૯૯૮માં બીજી વાર તે સરકારમાં આવ્યા પણ ૨૦૦૧ સુધી તે આ પદ નીભાવી શકયા. અને પછી ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કર્યા. તે પછી ૨૦૧૨માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી. ૨૦૧૨માં ભાજપના વોટ પાડવાનો પણ પ્રયાસ કર્યો. પણ પાછળથી ૨૪ ફેબ્રુઆરીના ૨૦૧૪ના રોજ તેમની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું

 જો કે વર્ષ ૨૦૧૪ પછી ખરાબ તબિયતના કારણે તેમને રાજકારણથી દૂરી બનાવી લીધી હતી. પણ ફરી એકવાર અનામત મુદ્દે હાર્દિક પટેલને તેમણે 'આશીર્વાદ' આપી રાજકારણમાં ગરમાવો લાવ્યો હતો. 

 વ્યકિત ગત જીવનની વાત કરીએ તો ૨૦૦૬માં તેમના પત્ની લીલાબહેનનું પણ આગમાં બળી જઇને નિધન થયું હતું.  આજીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે.

(3:24 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST