Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ટાટા સ્માર્ટફોન કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ કરશે : એપલ સહિતના મોબાઈલના પાર્ટ્સ બનાવશે

તમિલનાડુમાં 5000 કરોડના ખર્ચે સ્માર્ટફોન કંપોનેંટ મેન્યુફેક્ચરિંગ યૂનિટ બનાવશે

ટાટા ગ્રુપ હવે દુનિયાની સૌથી મોટો સ્માર્ટફોન નિર્માતા કંપની Apple સહિતની મોબાઈલ કંપનીઓના સ્માર્ટફોનના પાર્ટ્સ બનાવશે. ટાટા ગ્રુપ તમિલનાડુમાં 5000 કરોડ રૂપિયાના ખર્ચથી એક સ્માર્ટફોન કંપોનેંટ મેન્યુફેક્ચરિંગ યૂનિટ બનાવી રહી છે. એપ્પલની તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ટાટા જૂથે પણ સ્પષ્ટ કર્યું છે કે આ ફેક્ટ્રી એક્સક્લૂઝિવ રીતે કોઈ એકજ બ્રાંડ માટે ફોન કંપોનેન્ટ બનાવશે નહિ.

   સૂત્રો અનુસાર ટાટા ઈલેક્ટ્રૉનિક્સને તમિલનાડુ ઈંડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (TIDC) એ 500 એકર જમીનની ફાળવણી કરી છે. સ્માર્ટ ફોન અને સ્માર્ટ વૉચ માટે કંપોનેંટ બનાવામાં ટાટા ઈલેક્ટ્રૉનિક્સને ટાટા ગ્રુપની કંપની ટાઈટન લિમિટેડ અને ટાઈટન એનજીનિયરિંગ મદદ કરશે અને ટેકનિકલ સહાયતા ઉપલબ્ધ કરાવશે

   આ પ્રોજેક્ટમાં એપ્પલ સીધું સામેલ નથી. એપ્પલથી ઑર્ડર મળવા પર ટાટા ઈલેક્ટ્રૉનિક્સ કંપનીને કંપોનેંટ ઑફર કરાવશે. સૂત્રો અનુસાર તાતાની ફેક્ટ્રીમાં આઈફોનના સિવાય આઈપેડ, એપ્પલ સ્માર્ટવૉચ  અને મેકબુકના  પાર્ટ્સ બનાવશે. જો એપ્પલથી કંપનીને ઠીક-ઠાક ઑર્ડર મળશે તો ટાટા ગ્રુપ આ કારખાનામાં રોકાણ 5000 કરોડ રૂપિયાથી વધારીને 8000 કરોડ કરી શકે છે. હાલમાં ભારતમાં એપલ માટે ફોક્સકોન , વિસ્ટ્રોન  અને પેગાટ્રોન કંપોનેંટ બનાવી રહ્યા છે.

(1:11 pm IST)