Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાત્રે સિમલાના ફિગાસ વિસ્તારમાં એક ખાનગી હોટલમાં ભીષણ આગ ભભૂકી : લાખોનું નુકસાન

ફાયર ફાયટરોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો

સિમલા : સિમલાના તારાહાલની નજીક ફિગાસમાં કેપિટલ હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેનાથી લાખોનું નુકસાન થયું છે. આ આગ રાત્રે 11.20 મિનિટ પર લાગી હતી. જેની સૂચના ફાયરબ્રિગેડને મળતાં ફાયરના સ્ટાફે ઘટના સ્થળ પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે,આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં હોટલને 2 લાખનુ નુકસાન થયું છે.

ફાયર વિભાગના ડીએફઓ ધર્મચંદ શર્માએ જણાવ્યું કે, સૂચના મળતાં ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. આશરે 1 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. તેમણે કહ્યું કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની સૂચના મળતાં ત્રણેય સ્ટેશનોથી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. આ આગથી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

(11:42 am IST)