Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ભારતીય મૂળનાં પાદરી વૈવેલ રામકલાવન સેશેલ્સના રાષ્ટ્રપતિ બન્યા: રચ્યો ઇતિહાસ

ચૂંટણીમાં વૈવેલ રામકલાવનને 54 ટકા મત મળ્યા :પોતાના પ્રતિસ્પર્ધી ડૈની ફૉરેને હરાવ્યા: પીએમ મોદી સહિતનાએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે.બીજી તરફ મૂળ બિહારના એક વ્યક્તિએ ભારતથી ચાર હજાર કિમી દૂર આવેલા દેશમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળના વૈવેલ રામકલાવનને હિંદ મહાસાગરને દ્વિપિય દેશ સેશેલ્સના રાષ્ટ્રપતિ બન્યા છે. સેશેલ્સમાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વૈવેલ રામકલાવનને 54 ટકા મત મળ્યા છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ડૈની ફૉરેને હરાવ્યા છે. વૈવેલના રાષ્ટ્રપતિ બનયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ અભિનંદન આપ્યા છે. તો આ તરફ બિહારમાં આવેલા તેમના પૈતૃક ગામ પરસાનીમાં પણ ખુશીનો માહોલ છે.

વૈવેલ રામકલાવનનું ઘર બિહારના ગોપાલગંજના પરસૌની ગામમાં છે. જ્યાં તેઓ લગભગ બે વર્ષ પહેલા આવ્યા હતા. પરસૌની ગામના લોકોએ જણાવ્યું કે બે વર્ષ પહેલા તેઓ જ્યારે આવ્યા ત્યારે તેમણે અહીંની માટીનું તિલક કર્યુ હતું અને કહ્યું કે તેઓ ગામલોકોનો પ્રેમ નહીં ભુલી શકે. વૈવેલે ફરી વખત આવવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જેઓ ત્યારે ફરી આવશે ત્યારે રાષ્ટ્રપતિ બનીને આવશે.

મળતી માહિતિ પ્રમાણે વૈવેલ રામકલાવનના પૂર્વજો લગભગ 135 વર્ષ પહેલા પરસૌની ગામથી કોલકાતા ગયા અને ત્યાંથી મોરેશિસ પહોંચ્યા. જ્યાં તેઓ શેરડીના ખેતરરમાં કામ કરવા લાગ્યા. જ્યાંથી તેઓ થોડા સમય બાદ સેશેલ્સ ગયા હતા. તે સમયે સેશેલ્સમાં અંગ્રેજોનું શાસન હતું. પોતાની મહેનત વડે તેમણે ત્યાં સામ્રાજ્ય સ્થાપિત કર્યુ. સેશેલ્સમાં 1961ના વર્ષમાં વૈવેલનો જન્મ થયો હતો.

(11:35 am IST)