Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઓબામા સૌથી વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતા સેલિબ્રિટી: પીએમ મોદી ટોપ 10માં પણ નહીં

વિશ્વમાં ઓબામાના સૌથી વધુ ૧૨.૪૦ કરોડ ટ્વિટર ફોલોઅર્સ: ટ્રમ્પના ફોલોઅર્સનો આંકડો ૮.૭ કરોડ :મોદીના ફોલોઅર ૬.૩ કરોડથી વધૂ

નવી દિલ્હી : સોશિયલ મીડિયા રાજકિય બયાનબાજીનું મોટું હથિયાર બની ગયું છે. ટ્વિટર પરના ૨૮૦ કેરેકટર ઘણી વાર મોટી ઉથલપાથલ કરતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ ૧૨.૪૦ કરોડ ટ્વિટર ફોલોઅર્સ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ધરાવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોલોઅર્સનો આંકડો ૮.૭ કરોડ છે. ભારતના વડાપ્રધાન  મોદીના ફોલોઅર ૬.૩ કરોડથી વધારે છે.

તૂર્કીના રાષ્ટ્રપતિ રેચપ તાઇયેપ એર્દોવાન ટ્વિટર પર ૧.૬૩ કરોડ ફોલોવર્સ ધરાવે છે. આરબ જગતના મસિહા બનવાનો અભરખો ધરાવતા એર્દોવાન તેમના સ્ફોટક ટવીટ્ માટે જાણીતા છે. તૂર્કીના રાજકીય માહોલમાં પોતાનો પક્ષ અને મત આ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યકત કરતા રહે છે. જોકો વિડોડો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટનો ભરપૂર ઉપયોગ કરે છે. તેમના ટવીટર્ પર ૧.૪ કરોડ ફોલોવર્સ છે.

બિન રાજકિય ક્ષેત્રની સેલિબ્રિટીની વાત કરીએ તો બરાક આબામા પછી મ્યૂઝિશિયન જસ્ટીન બિબર, કેટી પેરી અને રિહાના ટ્વિટર ફોલોવર્સમાં ખૂબજ આગળ છે. ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિનો રોનાલ્ડો ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધારે ફોલોઅર્સ ધરાવે છે. ટ્વિટરના ટોપ ટેન ફોલોવર્સમાં ૮૦ ટકા સેલિબ્રેટીઓ મ્યૂઝિક અને એકટિંગ ફિલ્ડ સાથે સંકળાયેલી છે

(11:34 am IST)