Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર પણ બદલી શકાશે પેસેન્જરનું નામ

IRCTCએ બદલ્યો આ નિયમ : મળશે સુવિધા

નવી દિલ્હી,તા.૨૯ : કોરોના મહામારીના કારણે દેશની લાઈફ લાઈન એટલે કે ઈન્ડિયન રેલ્વે પણ યોગ્ય રીતે કામ કરી શકી નથી. પેસેન્જર્સ ટ્રેન માર્ચ ૨૦૨૦ થી  કેન્સલ રહી છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશ્યિલ ટ્રેન સિવાય પાર્સલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. રેલ્વે વિભાગ કયારે ફરી સુચારૂ રીતે કામ કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમયે જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો તો હવે તમે નવા નિયમોના આધારે કન્ફર્મ ટિકિટ પર પણ પેસેન્જરનું નામ ચેન્જ કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ અને ડોકયુમેન્ટ્સની જરૂર રહે છે. તો જાણો શું છે આ નવો નિયમ.

 ઓનલાઈન બુકિંગ કરતી સમયે મોટાભાગે એવું બને છે કે લોકો પેસેન્જરનું નામ ભરવામાં ભૂલ કરી લે છે. આ સમયે તમે મુસાફરી કરી શકતા નથી અને ટિકિટ કેન્સલ કરાવવી પડે છે. અનેકવાર તો એવું થાય છે કે ટિકિટ બુક કરી હોય પણ ટ્રાવેલિંગના પ્લાનમાં ચેન્જ આવ્યો હોય. આ સમયે તમે વિચારો છો કે તમારી ટિકિટ પર અન્ય કોઈ મુસાફરી કરી શકે તો સારૂ. તો હવે આ બાબત શકય બનશે.

IRCTC ના નવા નિયમ અનુસાર હવેથી તમે તમારી કન્ફર્મ ટિકિટ પર ફેમિલિ મેમ્બર્સને યાત્રા કરાવી શકો છો. આ માટે પેસેન્જરના નામમાં ફેરફાર કરવાનો રહેશે. IRCTC મુસાફરોને આ સુવિધા આપે છે. તે પોતાની કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકશે. આ ફેરફાર એક જ વખત કરી શકાશે. તો જાણો કઈ રીતે તમે તમારી કન્ફર્મ ટિકિટ પર પેસેન્જરનું નામ બદલી શકો છો.

આ રીતે ટિકિટ પર બદલો પેસેન્જરનું નામ

 પહેલાં તો ઓનલાઈન બુક કરાયેલી ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ લો.  આ પછી તમારા શહેરના રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ.  ટિકિટ પર જેનું નામ કરાવવાનું છે તેના ઓરિજનલ આઈડી પ્રફ અને તેની ફોટોકોપી સાથે રાખો.  રેલ્વે રિઝર્વેશન કાઉન્ટરથી ટિકિટ પર પેસેન્જરનું જૂનું નામને બદલે નવા નામની એન્ટ્રી કરાવી શકાશે.  ધ્યાન રાખો કે ટ્રેન ડિપાર્ચરથી ૨૪ કલાક પહેલાં રિઝર્વેશન કાઉન્ટરથી યાત્રીનું નામ બદલાવી શકાય છે. પછી આ કામ થઈ શકશે નહીં.  તમારી કન્ફર્મ ટિકિટ પર માતા પિતા, ભાઈ બહેન, દીકરો કે દીકરી, પતિ પત્નીનું નામ ટ્રાન્સફર થઈ શકે છે.

કયા ડોકયૂમેન્ટ્સની રહેશે જરૂર

 આધાર કાર્ડ

 પાન કાર્ડ

 પાસપોર્ટ

 રાશન કાર્ડ

 ડ્રાઈવિંગ લાયસન્સ

 નેશનલાઈઝડ બેંકની પાસબુક

 વોટર આઈડી કાર્ડ

 વેલિડ સ્ટૂડન્ટ આઈ કાર્ડ

 ફોટો વાળું ક્રેડિટ કાર્ડ

 રાજય કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલું ફોટો આઈડી કાર્ડ

(11:25 am IST)
  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST