Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

આઇટી વિભાગે 39 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડનું ટેક્સ રિફંડ ચૂકવ્યુ

રિફંડમાં વ્યક્તિગત ટેક્સ રિફંડ 34,532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92,376 કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે ચાલુ નાણાકીય વર્ષે અત્યાર સુધીમાં 39.14 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાથી વધુનું રિફંડ ચૂકવ્યુ છે. રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરની ઓફિસે ટ્વિટમાં આ માહિતી આપી છે. કૂલ ટેક્સ રિફંડમાં વ્યક્તિગત ટેક્સ રિફંડ 34,532 કરોડ રૂપિયા અને કોર્પોરેટ ટેક્સ રિફંડ 92,376 કરોડ રૂપિયા છે.

ટ્વિટમાં જણાવ્યુ છે કે, 39.14 લાખ કરદાતાઓને 1,26,909 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરાયુ છે. આ દરમિયાન 37,21,584 વ્યક્તિગત કરદાતાઓને 34,532 કરોડ રૂપિયા અને 1,92,409 કેસોમાં 92,376 કરોડ રૂપિયાનું કોર્પોરેટ ટેક્સ રિફંડ કરવામાં આવ્યુ છે. આ આંકડા 27 ઓક્ટોબર, 2020 સુધીના છે.

(10:19 am IST)